બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / માનો કે કેનેડા કે USના સ્ટુડન્ટ વિઝા રિજેક્ટ થયા તો શું કરશો? પછી કયા દેશમાં અભ્યાસ કરવો બેસ્ટ
Last Updated: 02:57 PM, 10 September 2024
Student Visa : ગુજરાત સહીત દેશભરના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જતાં હોય છે. જેમાં ખાસ કરી ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા, ઓસ્ટ્રેલીયા અને અમેરિકા જેવા દેશોને પસંદ કરતાં હોય છે. આ સથે ભારતીય વિદ્યાર્થીઓ પણ હાયર એજ્યુકેશન માટે પોતાનુ ડેસ્ટિનેશન પસંદ કરીને વિઝા માટે અપ્લાય કરી દેતા હોય છે અને બાદમાં સ્ટુડન્ટ વિઝા એપ્રૂવ થવાની રાહ જુએ છે. જોકે વિદેશ જવાનું સપનું દરેકનું પૂરું નથી થતું. પણ શું તમે જાણો છો કે, કેનેડા કે અમેરિકાના સ્ટુડન્ટ વિઝા રિજેક્ટ થાય તો તમે શું કરશો ? વાસ્તવમાં વિદેશમાં શિક્ષણની વધતી માંગ અને હરીફાઈની વચ્ચે મનપસંદ સ્થળે ભણવાનું સપનું સાકાર કરતા પહેલા ભારતીય વિદ્યાર્થીઓએ સ્ટુડન્ટ વિઝા રિજેક્ટ ન થાય એના માટે અનેક પ્રકારની કાળજી રાખવી પડશે.
ADVERTISEMENT
ભારતીય વિદેશ મંત્રાલયના આંકડાઓ જોઈએ તો કેનેડા, યુએસએ, યુકે, ઓસ્ટ્રેલિયા અને જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ વિઝા પર જવા માટે આતુર હોય છે. આ પાંચેય દેશોમાં સ્ટુડન્ટ વિઝા અપ્રૂવલ પોલિસીમાં પણ કડક ફેરફારો થઈ રહ્યા છે. અહીં વિઝા અપ્રૂવલમાં પણ વાર થાય એવું હોવાથી ભવિષ્યમાં વિદ્યાર્થીઓના વિઝા રિજેક્ટ થવાનો રેટ પણ વધી શકે છે અત્યારે ગ્લોબલ ક્રાઈસિસ, જીઓપોલિટિકલ ટેન્શન્સ, ઈમિગ્રેશન નિયમોમાં ફેરફાર અને કડક વિઝા નિયમોમાં ફેરફારને લીધે ભારતીય વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝા પ્રોસિજરના નવા નવા અપડેટ્સ સાથે માહિતગાર રહેવામાં પણ તકલીફ આવી રહી છે. તેમને વિઝાના ટ્રેન્ડ્સ અને અપ્રૂવલ પ્રોસિજર પર પણ ભાર આપવાની જરૂર છે. બીજી બાજુ વિદેશમાં કોમ્પિટિશન પણ સતત વધી રહી છે જેના કારણે પણ વિઝા અપ્રૂવલ રેટ ઘટી રહ્યો છે.
ADVERTISEMENT
ભારતીય વિદ્યાર્થીઓએ જાણવું જરૂરી છે કે, વિઝા અપ્રૂવલ રેટ એક મહત્ત્વપૂર્ણ ઈન્ડિકેટર છે પરંતુ એકલા આના લીધે જ સ્ટુડન્ટ્સના વિઝા અપ્રૂવલ ડિલેય થઈ રહ્યા છે તેવુ પણ ન કહી શકાય. આમાં એન્યુઅલ વિઝા કોટ્સ, એપ્લિકેશનનો ખર્ચ, પ્રોસેસિંગ ટાઈમ, જીઓપોલિટિકલ પરિસ્થિતિ, ઈમિગ્રેશન પોલિસીમાં ફેરફાર પણ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. જે-તે દેશના તમામ વિઝા નિયમો ટીક કર્યા હોવા છતા વિઝા મળવામાં મુશ્કેલી થતી હોય છે. આની સાથે સાથે ભવિષ્યમાં સ્ટુડન્ટ્સને ખર્ચાઓ પણ મુશ્કેલીમાં મુકી શકે છે.
વિઝા પ્રોસેસિંગ ટાઈમમાં ફેરફાર
આ સાથે પ્રોસેસિંગ ટાઈમમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. જેમ કે કેટલા વિઝા અપ્રૂવ થવામાં વાર થાય છે કારણ કે તેના બેકલોગ્સ સતત વધારે છે. ક્યારેક બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખેંચતાણ આવી જાય અથવા સ્ટાફ ઓછો હોય તો પણ વિઝા રિજેક્ટ અથવા અપ્રૂવલ રેટ ઓછા હોઈ શકે છે. જ્યારે પણ કોઈ દેશમાં ભણવા જવું હોય તો સૌથી પહેલા તો બંને દેશોના રાજદ્વારી સંબંધો કેવા છે અને તેમના વચ્ચે આગામી સમયમાં પણ કેવી સ્થિતિ રહી શકે છે એના પર અવશ્ય ધ્યાન આપવું જોઈએ. ક્યારેક એ દેશની પોલિસીમાં ફેરફાર થાય તો પણ સ્ટુડન્ટ વિઝા રિજેક્ટ થઈ જતા હોય છે અથવા મોડા આવે છે.
સ્ટુડન્ટ વિઝા માટે કઈ રીતે કરશો અપ્લાય ?
સ્ટુડન્ટ વિઝા એપ્લિકેશન પ્રોસેસમાં મલ્ટિપલ સ્ટેપ્સ હોય છે જેમ કે સૌથી પહેલા ઓનલાઈન એપ્લિકેશન સબમીટ કરવાની, વિઝા ફી ભરવાની, વિઝા ઈન્ટર્વ્યૂ આપવાનો, અપ્રૂવ ન થાય ત્યાં સુધી વેઈટ કરવાનો હોય છે. જોકે આ પ્રોસેસમાં ખર્ચાઓ પણ ક્યારેક વધારે ક્યારેક ઓછા થતા હોય છે ક્યારેક અલગ અલગ દેશો પ્રમાણે ફી પણ અલગ અલગ હોય છે.
અનેક કારણો સાથે ભારતીયો હજુ પણ જઈ રહ્યા છે આ દેશોમાં ?
આ દેશોમાં આકરા વિઝા ધોરણો હોવા છતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ, વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત ડિગ્રીઓ અને કારકિર્દીની આશાસ્પદ તકોને કારણે ભારતીય વિદ્યાર્થીઓ આ દેશોમાં ભણવા જવાનું ચાલુ રાખે છે. આ ડેસ્ટિનેશન્સની યુનિવર્સિટીઓ ઘણીવાર વૈશ્વિક સ્તરે ટોચના સ્થાને આવે છે, જે તેમની ડિગ્રીમાં નોંધપાત્ર મૂલ્ય ઉમેરે છે. શિષ્યવૃત્તિ, એજ્યુકેશન લોન દ્વારા નાણાકીય સહાયની ઉપલબ્ધતા અને જીવન ખર્ચને ટેકો આપવા માટે પાર્ટ-ટાઇમ કામ કરવાની સંભાવના આ દેશોને આકર્ષક બનાવે છે. વધુમાં, આમાંના ઘણા દેશો પરમેનન્ટ રેસિડન્સીનો માર્ગ પણ મોકળો કરી દેતા હોય છે, જે લાંબા ગાળાના રોકાણનું આયોજન કરતા વિદ્યાર્થીઓ માટે સ્ટાર્ટિંગ સ્ટ્રગલને યોગ્ય બનાવે છે.
UKમાં ઘટી રહ્યો છે સ્ટુડન્ટ વિઝા અપ્રૂવ રેટ
ઓસ્ટ્રેલિયાનો રિજેક્શન રેટ લગભગ 15%
જર્મનીમાં સ્ટુડન્ટ વિઝાની શું છે સ્થિતિ ?
વધુ વાંચો : કેનેડા જતા વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર, હવે સપ્તાહમાં માત્ર આટલા કલાક જ કરી શકશે કામ
હવે સ્ટુડન્ટ વિઝાને લગતી કેટલી માહિતી
જો તમે વિદેશમાં ભણવા જવા માગતા હોય તો સૌથી પહેલા તો જે દેશમાં વિઝા અપ્રૂવલ રેટ ઝડપી હોય તે પસંદ કરવો જોઈએ. કોઈ એક્સપર્ટની સલાહ લઈને તમારી કારકિર્દીને બૂસ્ટ મળે એવી જગ્યા પસંદ કરવી જોઈએ. તમે જે દેશમાં ભણવા જઈ રહ્યા છો અને જે યુનિવર્સિટી પસંદ કરી છે તે ગ્લોબલી રેકોગ્નાઈઝ્ડ છે કે નહીં એ પણ તપાસી લેવું જોઈએ. તમારી ડિગ્રીની વેલ્યૂ જ આગળ તમારી કારકિર્દીની દિશા નક્કી કરશે. જે દેશમાં તમને ભણવાની સાથે સરળતાથી પાર્ટ ટાઈમ નોકરી મળી જાય અને તેની કરન્સી દ્વારા ભારતમાં પણ તમે રૂપિયા મોકલી શકો અથવા પોતાના ખર્ચાની સાથે ફી પણ કાઢી શકો એમ હોયતો જ ત્યાં ભણવા જવાય. ઘણીવાર જોબ ક્રાઇસિસનો સામનો કરી રહેલા દેશમાં જતા રહેવાથી પણ ખર્ચાઓ માથે પડી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.