બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Student studying in Std. 12 in Vadodara Committed suicide, police conduct investigation
ParthB
Last Updated: 08:48 AM, 10 February 2022
ADVERTISEMENT
વડોદરામાં ધોરણ 12ની વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત
વડોદરાના સમા સાવલી રોડ પર રહેતી ધો.12 સાયન્સમાં અભ્યાસ કરતી સગીરાએ ડિપ્રેશનમાં આવી જઇને પોતાના રૂમમાં જ ગળે ફાંસો લગાવી દીધો હતો. હરણી પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સમા સાવલી રોડ પર રહેતા પરિવારમાં માતા-પિતા બંને નોકરી કરે છે. ગત મંગળવારે દિવસ દરમિયાન માતા-પિતા નોકરી પર ગયાં હતાં, તે દરમિયાન ધો. 12 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓએ સગીરા ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ હરણી પોલીસને જાણ કરાતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી.
ADVERTISEMENT
વિદ્યાર્થીનીએ ડિપ્રેશનમાં આવીને આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ
પોલીસના પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, વિદ્યાર્થીનીએ ડિપ્રેશનમાં આવી જઇને આ અંતિમ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે, વિદ્યાર્થિની અભ્યાસમાં તેજસ્વી હતી અને તે સંગમ ચાર રસ્તા પાસેની સ્કૂલમાં અભ્યાસ કરતી હતી
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.