Student leader Yuvrajsinh Jadeja presented to GSSSB, demands to change the date of these exams, candidates are in dilemma
આવેદનપત્ર /
વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજાએ GSSSBને કરી રજૂઆત, આ પરીક્ષાઓની તારીખ બદલવા માંગ, ઉમેદવારો છે દુવિધામાં
Team VTV05:10 PM, 20 Dec 22
| Updated: 05:11 PM, 20 Dec 22
જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષાની તારીખ બદલવાની માંગ સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ GSSSBને કરી રજૂઆત કરી ગુજરાત પંચાયત પસંદગી મંડળને આવેદનપત્ર આપ્યું હતું.
ગુજરાત પંચાયત પંસદગી મંડળને સોંપ્યુ આવેદનપત્ર
જુનિયર કલાર્કની 8 જાન્યુઆરીએ યોજાવાની છે પરીક્ષા
29 જાન્યુઆરીએ તલાટીની પરીક્ષાનું કર્યુ છે આયોજન
8 અને 29 જાન્યુઆરીએ GPSCની પરીક્ષાનું પણ છે આયોજન
જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષાની તારીખ બદલવાની માંગ સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ GSSSBને કરી રજૂઆત કરી ગુજરાત પંચાયત પસંદગી મંડળને આવેદનપત્ર આપ્યું હતું. જુનિયર ક્લાર્કની 8 જાન્યુઆરીએ પરીક્ષા યોજાવાની છે 29 જાન્યુઆરીએ તલાટીની પરીક્ષાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. 8 અને 29 જાન્યુઆરીએ GPSC ની પરીક્ષા પણ યોજાવાની છે. એક જ દિવસે પરીક્ષા હોવાથી ઉમેદવારો મુશ્કેલીમાં મુકાવા પામ્યા છે. ત્યારે પરીક્ષાના તારીખ બદલવાની માંગ સાથે ઠેર ઠેર વિદ્યાર્થી સંગઠનો તેમજ વિદ્યાર્થી આગેવાનો દ્વારા આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે.
વડોદરા ABVPના હોદ્દેદારનું નિવેદન
વડોદરા ABVP મંત્રી વ્રજ ભટ્ટ જણાવ્યું કે, વડોદરા ક્લેક્ટરના માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રી પાસે માગ કરીએ છીએ કે, 8 જાન્યુઆરી યોજાનારી પરીક્ષા GPSC વર્ગ-2 અને પંચાયતીની વિભાગ એમ બન્ને પરીક્ષાઓ તેમજ 29 જાન્યુઆરી યોજાનારી પરીક્ષા પણ એક જ દિવસમાં બંન્ને હોવાથી ઘણા બધા વિદ્યાર્થીઓ બન્ને પરીક્ષાઓ આપે છે તેમને મુશ્કેલી થશે જેથી તારીખમાં ફેરબદલ કરવા માંગ કરવામાં આવી છે.
એક જ દિવસે બંન્ને પરીક્ષા હોવાથી તારીખમાં ફેરબદલ કરવા માગ
ABVP દ્વારા માગ કરવામાં આવી છે કે, વિવિધ વિભાગની પરીક્ષા લેવામાં આવે છે જેમાં એક જ તારીખે બંન્ને જુદા જુદા વિભાગની પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી સર્જાશે. તેમના કહેવા પ્રમાણે કેટાલાય વિદ્યાર્થીઓ છે જે બંન્ને પરીક્ષાઓ આપવા ઈચ્છી રહ્યાં છે પરંતુ બંન્ને પરીક્ષા એક જ તારીખે હોવાથી પરીક્ષાર્થી અસમંજસમાં મુકાયા છે. જેને લઈ સરકાર સમક્ષ માગ કરવામાં આવી છે જે તારીખોમાં ફેરબદલ કરવામાં આવે.