બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ઘરની લાદી પર પડી ગયા છે સિલિન્ડરના જિદ્દી ડાઘ, આ હોમમેડ ક્લીનર ગણતરીની સેકન્ડમાં કરી દેશે ચકાચક
Last Updated: 07:57 PM, 11 November 2024
આપણા રસોડામાં જ્યાં આપણે ગેસ સિલિન્ડર રાખીએ ત્યાં ફ્લોર પર કાટ જેવા ડાઘ દેખાય છે. જ્યારે તેને ખસેડવામાં આવે ત્યારે પણ તેના સ્ટેન્ડમાંથી કાટવાળા ડાઘ ટાઇલ્સ પર વિવિધ જગ્યા ચોંટે છે. તેની પર પોતું લગાવવાથી પણ તે ડાઘ જતો નથી. આ જિદ્દી ડાઘને કારણે રસોડાની સુંદરતા ઘટી જાય છે. માર્કેટમાં તેને હટાવવા ઘણા પ્રકારની પ્રોડક્ટ ઉપલબ્ધ છે, પરંતુ તેમાં સામેલ રસાયણો હાથની ત્વચા અને ફ્લોર બંનેને નુકસાન પહોંચાડે છે. જેથી અમે તમને જણાવીશું કે, ઘરે કેવી રીતે તેનું ક્લીનર બનાવી શકાય છે.
ADVERTISEMENT
- 2 ચમચી બેકિંગ સોડા
- 1 ચમચી લીંબુનો રસ
- 1 ચમચી વાઈટ વિનેગર
- 1/2 કપ ગરમ પાણી
ADVERTISEMENT
સૌ પહેલા એક બાઉલમાં 2 ચમચી બેકિંગ સોડા નાખો. હવે તેમાં એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી વ્હાઈટ વિનેગર ઉમેરો. ત્યાર બાદ તે મિશ્રણ થોડું ફીણવાળું થઈ જશે. હવે તેમાં ગરમ પાણી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
બાદમાં તેને એક સ્પ્રે બોટલમાં રાખી લો અને તેને સારી રીતે મિક્સ કરો. જ્યાં ખરાબ નિશાનો પડ્યા હોય તે જગ્યાએ સારી રીતે સ્પ્રે કરો અને તેને 10-15 મિનિટ માટે નિશાનો પર રહેવા દો. સ્ક્રબર અથવા જૂના બ્રશની મદદથી ધીમે ધીમે ડાઘને ઘસો. જેનાથી તમારો ફ્લોર એકદમ સાફ થઈ રહ્યો છે. બાદમાં તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો અને સૂકા કપડાથી સાફ કરી લો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.