લોકોને આપવા માગે છે મેસેજ
તારક મહેતા..ના જેઠાલાલ તરીકે ઘર ઘરમાં ફેમસ થયેલા દિલીપ જોશીની સ્ટ્રગલ કંઇ ઓછી નથી રહી. પરિસ્થિતિ ગમે તેવી હોય પરંતુ તેમણે એક્ટિંગ ક્યારેય છોડી નહી. જેના પરિણામે દિલીપ આજે જેઠાલાલ છે.
એક ઇન્ટરવ્યૂમાં દિલીપે કહ્યું કે, જ્યારે શો શરૂ થયો ત્યારે ટીવી પર સાસુ-વહુના શો અને લડાઇ ઝઘડાવાળા શોઝ ચાલતા હતા. તે સમયે અમે લોકોના ડાઇનિંગરૂમ સુધી પહોંચી રહ્યાં હતા. બાદમાં અમે વિચાર્યુ કે લોકોને સોશ્યલ મેસેજ આપીએ.
કેવી રીતે મળ્યુ જેઠાલાલનું પાત્ર
દિલીપ જોશીએ વાતચીતમાં કહ્યું કે, તેમને જેઠાલાલ અને ચંપકચાચાના રોલમાંથી એક રોલ પસંદ કરવાનો ઓપ્શન મળ્યો હતો. દિલીપે કહ્યું કે હું ચંપક કે જેઠાલાલ એક પણ નહી લાગુ કારણકે જેઠાલાલ પાતળા બાંધાવાળો અને લાંબો પાતળી મૂછો રાખનારો વ્યક્તિ હતો પરંતુ અસિતે કહ્યું કે, તું જે પણ પાત્ર કરીશ ખુબ સરસ કરીશ.
સ્ટ્રગલની કહાણી
દિલીપે કહ્યું કે, ઘણા વર્ષો સુધી ફિલ્મ અને સિરીયલમાં કામ કર્યા બાદ પણ એક સમય એવો આવ્યો જ્યારે દોઢ વર્ષ સુધી મારી પાસે કામ નહોતું. દિલીપે કહ્યું કે, તે સમયે મારી ઉંમર પણ એટલી હતી કે ક્યા નવા ક્ષેત્રમાં જંપલાવવું તે ખ્યાન નહોતો આવતો. ભગવાનની કૃપાથી મને આ સિરીયલ મળી ગઇ. જ્યારે દિલીપ પાસે કામ નહોતુ ત્યારે તેને ખરાબ વિચાર પણ આવતા હતા.