Strike on Khalistanis in social media Strict action taken on Twitter pro khalistani twitter account blocked
એક્શન /
સોશિયલ મીડિયામાં પણ ખાલિસ્તાનીઓ પર સ્ટ્રાઇક : ટ્વિટર પર કરાઈ કડક કાર્યવાહી
Team VTV09:22 AM, 21 Mar 23
| Updated: 09:28 AM, 21 Mar 23
લંડનમાં ભારતીય ઉચ્ચાયોગ અને અમેરિકાના સેનફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં ખાલિસ્તાનીઓના હુમલા બાદ ભારત સરકારે અલગાવવાદિઓ પર એક્શન લેવાનું શરૂ કરી દિધુ છે. આજ ક્રમમાં પ્રો-ખાલિસ્તાની ટ્વીટર હેન્ડલ્સને ભારતમાં બેન કરી દેવામાં આવ્યું છે. તેમાં કેનેડાના સાંસદનું એકાઉન્ટ પણ શામેલ છે.
ખાલિસ્તાનીઓના હુમલા બાદ એક્શન
ભારત સરકારનું અલગાવવાદિઓ પર એક્શન
પ્રો-ખાલિસ્તાની ટ્વીટર હેન્ડલ્સને ભારતમાં કર્યા બેન
પંજાબમાં ખાલિસ્તાન સમર્થક અમૃતપાલની વિરૂદ્ધ જાહેર એક્શનની વચ્ચે ભારત સરકારે વિદેશમાં બેસીને સોશિયલ મીડિયા પર ખાલિસ્તાની એજન્ડા ચલાવનાર પર પણ કાર્યવાહી શરૂ કરી દીધી છે.
એવા ઘણા ટ્વીટર એકાઉન્ટ્સ પર ભારતમાં બેન લગાવી દેવામાં આવ્યા છે જેની મદદથી ભારત વિરૂદ્ધ ઝેર ફૂંકવામાં આવી રહ્યું હતું. ખાસ વાત એ છે કે તેમાં કેનેડાના સાંસદ અને ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના નેતા જગમીત સિંહનું એકાઉન્ટ પણ શામેલ છે.
ભારત વિરોધી એજન્ડા
જગમીત લાંબા સમયથી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા ભારત વિરોધી એજન્ડા ચલાવી રહ્યા હતા. કેનેડાના સાંસદ ઉપરાંત આ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં કેનેડાની કવિયિત્રી રૂપી કૌર, યુનાઈટેડ સિખ સંગઠન અને કેનેડાના જ ગુરદીપ સિંહ સહોતાના ટ્વીટર એકાઉન્ટ પણ શામેલ છે.
લંડન અને અમેરિકામાં થયા હુમલા
આ પગલાં એવા સમયે ઉઠાવવામાં આવ્યા છે. જ્યારે હાલમાં જ બ્રિટનની રાજધાની લંડન અને અમેરિકાના સેનફ્રાન્સિસ્કો શહેરમાં ખાલિસ્તાન સમર્થકોએ ભારતીય ઉચ્ચાયોગ અને વાણિજ્ય દૂતાવાસ પર હુમલો કર્યો હતો.
ખાલિસ્તાનીઓએ કર્યું હતું પ્રદર્શન
લંડનમાં સ્થિત ભારતીય ઉચ્ચાયોગના સામે પ્રદર્શન વખતે ખાલિસ્તાન સમર્થસક હાઈ કમીશનની બિલ્ડિંગ પર ચડી ગયા હતા અને ભારતના ઝંડા નીચે ઉતારી દીધા હતા. ત્યાં જ અમેરિકાના સેનફ્રાન્સિસ્કોમાં ખાલિસ્તાનીઓએ ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર હુમલો કર્યો હતો.
અમૃતપાલના વિરૂદ્ધ ચાલુ છે એક્શન
આ બધો ઘટનાક્રમ પંજાબમાં અલગાવવાદિઓના વિરૂદ્ધ શરૂ થયેલા ક્રેક ડાઉન બાદ થયા હતા. હકીકતે, પંજાબમાં ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ વિરૂદ્ધ પાલીસે અભિયાન ચલાવીને એક્શન શરૂ કરી દીધુ છે. તેના લગભગ 112 સમર્થકોની અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી છે. તો ત્યાં જ અમૃતપાલ ધરપકડના ડરથી ફરાર થઈ ગયા છે.