રાજકોટ / બેડી માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા આઠ દિવસથી હડતાળના કારણે કરોડોનું નુકસાન

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓની હડતાળ યથાવત્ છે. બેડી માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 8 દિવસથી વેપારીઓ હડતાળ પર છે. વેપારીઓની હડતાળથી માર્કેટિંગ યાર્ડ બંધ રહેતા કરોડોનું નુકસાન થયું છે. વેપારીઓ પર થયેલા કેસ પરત ખેંચવાની માગ પર અડગ છે. વેપારીઓ અને માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારો આમને-સામને આવી ગયા છે. વેપારીઓની હડતાળનો મુદ્દો ગાંધીનગર સુધી પહોંચ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ