દેશમાં ઓમિક્રોનની ઝડપના કારણે કોરોનાની ત્રીજી લહેરની ઘાતકી અસર શરૂ થઈ ગઈ છે.ચિંતાજનક વાત એ છે કે મુંબઈ અને દિલ્હીમાં માત્ર 24 કલાકમાં જ કોરોનાના કેસ બમણા થયા
મુંબઈ-મહારાષ્ટ્રમાં સતત વધતો પોઝિટિવિટી રેટ
મુંબઈમાં એક જ દિવસમાં કોરોનાના 2510 કેસ
7મી જાન્યુઆરી સુધી કલમ-144 કેસ લાગુ
India reports 13,154 new COVID19 cases in the last 24 hours; Omicron case tally rises to 961 with 263 cases in Delhi and 252 in Maharashtra pic.twitter.com/LEea2AP2UO
ઓમિક્રોન વેરિયન્ટની અસરના પગલે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત ઉછાળો આવતાં હવે પોઝિટિવિટી રેટ સતત વધી રહ્યો છે, જે તંત્રની ચિંતા વધારી રહ્યો છે. મુંબઈમાં પોઝિટિવિટી રેટ 4.71 ટકાને આંબી ગયો છે એટલે કે ખતરનાક સપાટી 5 ટકાની સાવ નજીક છે. આ અંગે રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ગત સપ્તાહે પોઝિટિવિટી રેટ એક ટકાની નીચે હતો, જે સડસડાટ વધીને 5 ટકાની નજીક પહોંચી જતા તંત્ર દોડતું થયું છે. મહારાષ્ટ્રમાં પોઝિટિવિટી રેટ વધીને 3.16 ટકા પર પહોંચી ગયો છે.
મુંબઈ અને દિલ્હીમાં માત્ર 24 કલાકમાં જ કોરોનાના કેસ બમણા થયા
દેશમાં કોરોના વાઈરસના ખતરનાક વેરિઅન્ટ ઓમિક્રોનના ભયાનક ઝડપે ફેલાવાના પગલે હવે કોરોનાની ત્રીજી લહેરની ઘાતકી અસર શરૂ થઈ ગઈ છે અને દિલ્હી-મુંબઈ સહિત દેશનાં વિવિધ રાજ્યોમાં કોરોનાના કેસ અતિશય ઝડપે વધી રહ્યા છે. ચિંતાજનક વાત એ છે કે મુંબઈ અને દિલ્હીમાં માત્ર 24 કલાકમાં જ કોરોનાના કેસ બમણા થઈ ગયા છે. મુંબઈમાં તો જાણે કોરોનાના કેસનો વિસ્ફોટ થયો છે. એક જ દિવસમાં કોરોનાના 2510 નવા કેસ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાં 17 દર્દી કોરોના પોઝિટિવ મળી આવતાં તંત્રની ચિંતા વધી ગઈ છે.
પાટનગર નવી દિલ્હીમાં પણ કોરોનાની સ્થિતિ બેકાબૂ છે.
દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 923 કેસ સામે આવતા હડકંપ મચી ગયો છે. અચાનક કોરોનાના કેસમાં ઉછાળો આવતાં ત્રીજી લહેરનો ખતરો વધુ ભયાવહ બન્યો છે. દિલ્હીમાં પોઝિટિવિટી રેટ પણ 1.29 ટકા નોંધાયો છે, જે ખૂબ ચિંતાજનક છે. દિલ્હીમાં છેલ્લા સાત મહિના બાદ કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. દિલ્હીમાં 1068 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. જ્યારે મૃત્યુદર 1.74 ટકા છે. એક્ટિવ કેસ વધવાનો દર 0.15 ટકા છે. મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ ગંભીર ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે જો આ રીતે કેસમાં ઉછાળો ચાલુ રહેશે તો પોઝિટિવિટી રેટ 5 ટકાની ઉપર જઈ શકે છે.મુંબઈમાં 7 જાન્યુઆરી સુધી કલમ-144 લાગુ કરી દેવામાં આવી છે. દિલ્હીમાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે,