બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / જીવનમાં સ્ટ્રેસને કંટ્રોલ કરવું ખૂબ જ મુશ્કેલ, માનસિક શાંતિ માટે આ રીતે કરો મેડિટેશન

photo-story

5 ફોટો ગેલેરી

હેલ્થ ટિપ્સ / જીવનમાં સ્ટ્રેસને કંટ્રોલ કરવું ખૂબ જ મુશ્કેલ, માનસિક શાંતિ માટે આ રીતે કરો મેડિટેશન

Last Updated: 11:59 PM, 15 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વર્તમાન સમયમાં દરેક વ્યક્તિનું જીવન ભાગદોડવાળું બની ગયું છે. આ જીવનમાં લોકોને વધારે પૈસા કમાવવા હોય છે જેના કારણે કામ પણ વધારે કરતાં હોય છે. કામ વધવાથી વ્યક્તિના જીવનમાં સ્ટ્રેસ પણ વધતો હોય છે. આ સ્ટ્રેસને દૂર કરવા લોકો અનેક પ્રકારના ઉપાયો કરતાં હોય છે. જેમાં મેડિટેશન મુખ્ય ઉપાય છે. મેડિટેશન એટલે કોઈ એક ચીજ કે વસ્તુ પર ધ્યાન કેંદ્રત કરવું થાય છે. એવા પાંચ મેડિટેશન છે જે તમને સ્ટ્રેસ મુક્ત થવામાં મદદ કરશે. તો ચાલો આ 5 મેડિટેશન વિશે વિગતે માહિતી મેળવીએ.

1/5

photoStories-logo

1. માઇન્ડફુલનેસ મેડિટેશન

માઇન્ડફુલનેસ મેડિટેશન એક થેરેપીની જેમ કામ કરે છે, જેના માધ્યમથી આપણી અંદર અને આસપાસ ચાલી રહેલી ઘટનાઓ પર કોન્સન્ટ્રેટ કરી કરવાનું હોય છે. આ એક રીતે ધ્યાન કરવું છે. જેમાં આપણે એક સ્થાને અલગ રહીને પ્રયત્ન કરવાને બદલે વર્તમાનમાં વિચારો અને જે જગ્યાએ હાજર છો તેના પર પૂરું ધ્યાન લગાવીને તે કામ અને સમયનો સંપૂર્ણ પણે અનુભવ કરવાનો હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. સ્પિરિચ્યુઅલ મેડિટેશન

આ મેડિટેશન એક પ્રાર્થના સમાન છે. સ્પિરિચ્યુઅલ મેડિટેશન કરવા માટે તમારે શાંતિથી બેસીને તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે. આ સમયે તમારું ધ્યાન ફક્ત શ્વાસ પર જ હોવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. ફોકસ મેડિટેશન

આ મેડિટેશનને ફોકસ્ડ અટેન્શન મેડિટેશન પણ માનવામાં આવે છે. આ એક માઇન્ડફુલનેસ મેડિટેશન છે, જે તમારી વર્તમાન હલચલ પ્રતિ જાગૃતતા વધારે છે. આ મેડિટેશનમાં તમારે તમારું મન ખાલી કરવાના બદલે કોઈ વસ્તુ કે શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. મુવમેન્ટ મેડિટેશન

તમે જો કોઈ એક સ્થાને બેસીને ધ્યાન ન કરી શકતા હોય તો મુવમેન્ટ મેડિટેશન કરી શકો છો. આ મેડિટેશનમાં તમે કોઈ પણ કામ કરી શકો છો. જેમ કે ચાલી શકો છો, પરંતુ તમારે તમરું પૂરું ધ્યાન ચાલવા પર કેન્દ્રિત કરવાનું હોય છે. આટલું કરવાથી તમારા મનને શાંતિ મળે અને તમારું મૂડ સુધરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. મંત્ર મેડિટેશન

મંત્ર મેડિટેશન એક એવી પધ્ધતિ છે કે જેમાં મનને શાંત કરવા માટે મંત્રોનો ઉપયોગ કરવાનો હોય છે. તમે મંત્રોના ઉપયોગથી તમારું મન શાંત થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

meditation reduce stress health tips

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ