રાજધાની દિલ્હીમાં રિપબ્લિક ડે પર ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસાની ઘટના બાદ ટ્વિટર દ્વારા 550 જેટલા એકાઉન્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
દિલ્હી હિંસાની ઘટના બાદ ટ્વિટરે કરી કાર્યવાહી
550 જેટલા એકાઉન્ટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા
અમુક ટ્વીટ્સ પર લેબલ પણ લગાડવામાં આવ્યા
ટ્વિટરે અહેવાલ આપ્યો છે કે તેઓ પ્લેટફોર્મના નિયમોનું ઉલ્લંઘન કરતી હોવાનું માલુમ પડ્યું છે અને તેના કારણે બુધવારે આ કાર્યવાહી કરવામાં આવી છે. ટ્વિટરના પ્રવક્તાએ સમાચાર એજન્સીને કહ્યું કે, એવી ટ્વીટ્સ પર લેબલ પણ લગાવાયા છે જે નિયમોનું ઉલ્લંઘન કરતી દેખાઈ છે.
અમે કરી છે કડક કાર્યવાહી : ટ્વિટર
ટ્વિટર ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "અમે હિંસા, દુર્વ્યવહાર અને ધમકીઓ થી ઉકસાવવાના પ્રયાસ કરવા વાળાઓથી સંવાદને બચાવી રાખવા માટે કડક કાર્યવાહી કરી છે, ખાસ તો જેઓ ઓફલાઇન કાર્યવાહીથી જોખમ ઊભું કરી શકે છે." અને સેંકડો એકાઉન્ટ્સ અને ટ્વીટ્સ પર એક્શન લેવામાં આવી છે કે જે ટ્વિટર નાં નિયમોનું ઉલ્લંઘન કરે છે. સ્પામ અને પ્લેટફોર્મની હેરાફેરી કરવામાં રોકાયેલા 550 એકાઉન્ટ્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ સાથે જ માઇક્રોબ્લોગિંગ સાઈટે તેના નિવેદનમાં કહ્યું છે કે તેણે ટ્વીટ્સ પર એવા લેબલ્સ લગાવ્યા છે જે મીડિયા પોલિસીનું ઉલ્લંઘન કરતા હોવાનું માલુમ પડ્યું છે. પ્રવક્તાએ કહ્યું કે, 'અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ અને જાગૃત છીએ અને તે લોકોને પ્રોત્સાહિત પણ કરી રહ્યા છીએ જો તેઓને કોઈને નિયમો વિરુદ્ધ કંઈપણ કરતાં જોવે તો રિપોર્ટ કરે.'
ટ્રેક્ટર રેલીમાં થઈ હતી હિંસા
મંગળવારે, ખેડૂતોએ દિલ્હીની સરહદો પર બેરીકેડસ તોડીને રાજધાનીમાં પ્રવેશ કર્યો અને તોડફોડ કરીને જાહેર સંપત્તિને ઘણું નુકસાન પહોંચાડ્યું હતું. પ્રજાસત્તાક દિન નિમિત્તે 26 જાન્યુઆરીએ ખેડૂતોએ શાંતિપૂર્ણ ટ્રેક્ટર રેલી માટે દિલ્હી પોલીસની મંજૂરી લીધી હતી, પરંતુ શરતો ધ્યાનમાં લેવામાં આવી ન હતી. હિંસામાં 300 થી વધુ પોલીસ જવાન ઘાયલ થયા છે. દિલ્હી પોલીસે બે ડઝનથી વધુ FIR નોંધી 93થી વધુ લોકોની અટકાયત કરી છે