story 3 lakh old diesel vehicles will out of delhi road from 1st january 2022
BIG NEWS /
નવા વર્ષથી દિલ્હીની સડકો પરથી હતી જશે 3 લાખ વાહનો, પરિવહન વિભાગે આપ્યો આદેશ
Team VTV11:33 AM, 17 Dec 21
| Updated: 12:32 PM, 17 Dec 21
દિલ્હી સરકારે 1 જાન્યુઆરીથી ડીઝલ વાહનોનું રજિસ્ટ્રેશન સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો છે.
નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલના આદેશ મુજબ દિલ્હી સરકાર તરફથી આ નિર્ણય કરવામાં આવ્યો
15 વર્ષથી વધારે વાહનોને પબ્લિક પ્લેસ પર પાર્કિગ માટે જગ્યા ન આપવી જોઈએ
તેવામાં 3 લાખ વાહનો દિલ્હીના રોડ પરથી હટી જશે
નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલના આદેશ મુજબ દિલ્હી સરકાર તરફથી આ નિર્ણય કરવામાં આવ્યો
દિલ્હી સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. દિલ્હી સરકારે 1 જાન્યુઆરીથી ડીઝલ વાહનોનું રજિસ્ટ્રેશન સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો છે. જેના 10 વર્ષ પુરા થઈ ચૂક્યા છે અથવા 1 જાન્યુઆરી 2022માં આ સમય પુરો થઈ જશે. નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલના આદેશ મુજબ દિલ્હી સરકાર તરફથી આ નિર્ણય કરવામાં આવી રહ્યો છે. આ અઠવાડિયે પરિવહન વિભાગ તરફથી જારી આદેશ મુજબ આ ગાડિઓના માલિકોને એનઓસી જારી કરી છે જેથી તે કોઈ અન્ય સ્થાન પર પણ તેમને ડિરજીસ્ટ્રેશન કરી શકે. જોકે આ એનઓસી તે વાહનો માટે નહીં હોય જે 15 વર્ષ જૂના થઈ ચૂકે છે.
15 વર્ષથી વધારે વાહનોને પબ્લિક પ્લેસ પર પાર્કિગ માટે જગ્યા ન આપવી જોઈએ
સુપ્રીમ કોર્ટે 29 ઓક્ટોબર 2018એ દિલ્હીમાં 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો અને 10 વર્ષ જૂની ડીઝલ ગાડીઓ પર પ્રતિબંધનો આદેશ આપ્યો હતો. આની પહેલા 2014માં એનજીટીનો આદેશ હતો કે 15 વર્ષથી વધારે વાહનોને પબ્લિક પ્લેસ પર પાર્કિગ માટે જગ્યા ન આપવી જોઈએ. દિલ્હી સરકારના એક અધિકારીએ કહ્યું કે અમે જૂના ડીઝલ વાહનોની વિરુદ્ધ એક્શન લઈ રહ્યા છીએ. અત્યાર સુધીમાં 1 લાખ એવા વાહનોનું રજિસ્ટ્રેશન ખતમ થઈ ગયું છે. હવે 1 જાન્યુઆરી 2022થી કડકાઈ સાથે અમે એવી ગાડીઓનું રજીસ્ટ્રેશન પુરુ કરીશું. અત્યાર સુધી 1 લાખ પર પ્રતિબંધ લાગી ચૂક્યો છે અને હાલમાં 2 લાખ એવી ગાડીઓ છે જે ઓમાં ઓછી 10 વર્ષ જૂની છે.
તેવામાં 3 લાખ વાહનો દિલ્હીના રોડ પરથી હટી જશે
આનો અર્થ એ થયો કે દિલ્હીના રસ્તાઓ પર નવા વર્ષથી 3 લાખ ડીઝલ વાહનોના ચાલતા પ્રતિબંધ લગાવવામાં આવશે. અધિકારીઓનું કહેવું છે કે પરિવહન વિભાગ તરફથી સતત નોટિસ જારી કરી લોકોને આ અંગે જાણકારી આપવામાં આવી છે. તેમણે કહ્યુ કે વિભાગના નિર્દેશો મુજબ દિલ્હીમાં 15 વર્ષ જૂના ડીઝલ વાહન અને 10 વર્ષ જૂની પેટ્રોલ ગાડિયો નહોંતી ચાલી શકી. સ્ક્રેપિંગ પોલિસી અંતર્ગત આ આદેશ જારી કરી દેવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યાનુસાર દિલ્હીમાં ઓવરએજ ગાડીઓની સંખ્યા 38 લાખની નજીક છે. જેમાંથી 3 લાખ એવા ડીઝલ વાહન છે જે 10 વર્ષથી વધારે જૂના છે.