બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ચોમાસાની વિદાય વચ્ચે ઓક્ટોબરમાં આવનારા વાવાઝોડાની શું ગુજરાત પર થશે કોઇ અસર? જાણો અંબાલાલની આગાહી

બદલાવ / ચોમાસાની વિદાય વચ્ચે ઓક્ટોબરમાં આવનારા વાવાઝોડાની શું ગુજરાત પર થશે કોઇ અસર? જાણો અંબાલાલની આગાહી

Last Updated: 09:18 AM, 8 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં હવામાનને લઇ અંબાલાલ પટેલે તાજેતરમાં આગાહી કરી છે. જેમાં તેઓએ 12 ઓક્ટોબર સુધી રોજ મોટો પલટો આવશે અને ગુજરાતના કોઈ કોઈ ભાગમાં હળવો વરસાદ થવાની આગાહી કરી હતી.

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાંથી નૈઋત્યનું ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે. બીજી બાજુ ઓડિશા, આસામ, મેઘાલય, તટીય કર્ણાટકના વિસ્તારો, કર્ણાટકના દક્ષિણ ભાગો, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદ થયો છે. આવી પરિસ્થિતિમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે ઓક્ટોબર મહિનામાં હવામાનમાં બદલાવ થશે અને વરસાદની પણ શક્યતાઓ છે. જોકે હાલ વરસાદી વાતાવરણ જોવા મળ્યું નથી

12 થી 18 ઓક્ટોબરના વાવાઝોડું

આગાહી દરમિયાન અંબાલાલ પટેલે જણાવ્યું હતુ કે સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં વાવાઝોડાં બંગાળના ઉપસાગરમાં બનતાં હોય છે. પરંતુ ચાલુ વર્ષે ઓક્ટોબર મહિનામાં અરબ સાગરમાં પણ વાવાઝોડું બનવાની શક્યતા રહેશે. 2 ઓક્ટોબર સુધીમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને 12 થી 18 ઓક્ટોબરના વાવાઝોડું સક્રિય થવાની શક્યતા છે.

વાવાઝોડાની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં

આ વાવાઝોડાનો માર્ગ ઓમાન તરફ રહેતો હોય છે. પરંતુ ઓમાન તરફનો માર્ગ રહેવાની શક્યતા ઘટી છે. પરંતુ જેટ ધારાના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર માર્ગ થઈને કચ્છના ભાગોમાં થઈ પાકિસ્તાન તરફનો માર્ગ રહેવાની શક્યતા છે. આ ઉપરાંત બંગાળની ખાડીમાં 22 ઓક્ટોબરથી વાવાઝોડું સક્રિય થશે અને વાવાઝોડાની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે. જોકે જાણ્યા અજાણ્યા કારણે વાવાઝોડાં બન્યા કરશે.

વધુ વાંચો : દીકરી નહીં દેવી કહો ! દુખોનો પહાડ વેઠીને શિવાંગીએ ઘરડાં માટે ખોલ્યો આશ્રમ, મહિલાઓને પગભર કરી

જોકે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં 13મી તારીખ સુધીમાં ક્યાંય પણ ભારે વરસાદની કોઈ આગાહી નથી. આખા રાજ્યનું વાતાવરણ સૂકું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે નવરાત્રિમાં વરસાદ ન પડવાના કારણે હાલ તો ખેલૈયાઓ આનંદથી ગરબે ઝૂમી રહ્યા છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ambalal Patel news Rain update Rain forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ