બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Storm landfall timing likely to change: Freezing for 6 hours yesterday will impact

BIG BREAKING / વાવાઝોડાના લેન્ડફૉલ થવાના સમયમાં થઈ શકે છે ફેરફાર: ગઈકાલે 6 કલાક સુધી સ્થિર થઈ જવાના કારણે થશે અસર

Last Updated: 11:51 AM, 15 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Biporjoy Cyclone: બિપોરજોય વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બિપોરજોય વાવાઝોડું સાંજે 6થી 9 વાગ્યા વચ્ચે જખૌ પોર્ટ પર લેન્ડફોલ થઈ શકે છે. ગઈકાલે વાવાઝોડુ સ્થિત થઈ ગયું હોવાથી સમયમા ફેરફાર થયો છે.

 

  • વાવાઝોડાને લઇ આજનો દિવસ મહત્વનો 
  • લેન્ડફોલ થવાના સમયમાં થઈ શકે છે ફેરફાર
  • આજે સાંજે જખૌ પોર્ટ પર લેન્ડફોલ થાય તેવી શક્યતાઓ

સાયક્લોન બિપોરજોયનો ખતરો ગુજરાત તરફ સતત આગળ વધી રહ્યો છે. વિન્ડીના માધ્યમથી જોઈ શકાય છે કે આ વાવાઝોડું  ગુજરાત તરફ સતત આગળ વધી રહ્યું છે. ત્યારે બિપોરજોય વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, વાવાઝોડાના લેન્ડફોલ થવાના સમયમાં ફેરફાર થઈ શકે છે. મહત્વનું છે કે, હવામાન વિભાગ દ્વારા જણાવામાં આવ્યું હતું કે આ વાવાઝોડું સાંજે 5 વાગ્યાથી 6 વાગ્યાની વચ્ચે જખૌ બંદર પર ટકરાઈ શકે છે. પ્રતિ કલાક 12 કિલોમીટરની ઝડપે આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. 

6થી 9 વાગ્યા વચ્ચે લેન્ડફોલ થાય તેવી શક્યતા
બિપોરજોય વાવઝોડાને લઈને સૌથી મોટા અપડેટ આવ્યા છે. બિપોરજોય વાવાઝોડું સાંજે 6થી 9 વાગ્યા વચ્ચે જખૌ પોર્ટ પર લેન્ડફોલ થાય તેવી શક્યતાઓ છે. ગઈકાલે લગભગ 6 કલાક સુધી વાવાઝોડું દરિયામાં સ્થિત થઈ ગયું હોવાના કારણે સમયમા ફેરફાર થયો છે. હજુ પણ વાવાઝોડાના મુવમેન્ટના આધારે નક્કર સમય નક્કી થશે.

કચ્છના આ વિસ્તારમાં જોવા મળશે સૌથી વધારે અસર
આજે કચ્છ જિલ્લામાં વાવાઝોડાની સૌથી વધુ અસર જોવા મળશે. સૌથી વધુ અસર નલિયા, લખપત,  માંડવી, દ્વારકા, સલાયા સહિતના વિસ્તારમાં જોવા મળશે. આવતીકાલે રાત્રે વાવાઝોડાની તીવ્રતા ઘણી ઘટી જશે. આજની રાત કચ્છવાસીઓ અને પ્રશાસન માટે ખૂબ જ મહત્વની રાત છે. એટલે પ્રશાસન સતત લોકોને દરિયા કિનારાથી દૂર રહેવાની અપીલ કરી રહ્યું છે. 

125ની સ્પીડે ભારે પવન ફૂંકાશે
વાવાઝોડાને લઈને હવામાન વિભાગે જણાવ્યું છે કે, આજે સાંજના સમયે જખૌ પોર્ટની નજીક વાવાઝોડું ટકરાશે. આજે 125ની સ્પીડે ભારે પવન ફૂંકાશે. કચ્છ-સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ વરસી શકે છે. આજે અને કાલે ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થશે. 500 કિમી સુધી વાવાઝોડાની અસર રહેશે. અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. તો 40 કિમીની ઝડપે અમદાવાદમાં પવન ફૂંકાશે.

ભારે વરસાદની આગાહી છેઃ આલોક પાંડે
બિપોરજોય વાવાઝોડાના સંકટ અંગે રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું છે કે, આજે રાત્રે વાવાઝોડું લેન્ડફોલ થશે, વાવાઝોડું ટકરાશે ત્યારે પવન 115થી 125 કિમીની ઝડપે ફૂંકાશે. વાવાઝોડાના કારણે રાજ્યમાં ભારે વરસાદ થશે. વાવાઝોડાને લઈ પાટણ અને બનાસકાંઠાને સતર્ક રહેવા કહેવાયું છે. અત્યાર સુધી 95 હજાર લોકોનું સ્થળાંતર કરાયું છે.


 

સંકળાયેલા મુદ્દાઓ

Cyclone 'Biporjoy' Storm landfall બિપોરજોય બિપોરજોય વાવાઝોડું વાવાઝોડાના લેન્ડફૉલ વાવાઝોડાનું સંકટ! Biporjoy Cyclone
Malay
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ