stones pelted during Navratri celebrations in kheda undhela
હુમલો /
'અહીં ગરબા નહીં રમવાના' કહીને ખેડાના ઉંઢેરા ગામમાં ખેલૈયાઓ પર પથ્થરમારો, 6 લોકો ઇજાગ્રસ્ત
Team VTV09:24 AM, 04 Oct 22
| Updated: 09:40 AM, 04 Oct 22
નવરાત્રીના પર્વ દરમ્યાન ખેડાના ઉંઢેરા ગામમાં એક સમુદાયના ટોળા દ્વારા ગરબા રમી રહેલા લોકો પર પથ્થરમારો કરાતા 6થી 7 લોકો સહિત બે જવાનો ઇજાગ્રસ્ત થયા.
ખેડાના ઉંઢેરા ગામમાં નવરાત્રી દરમિયાન પથ્થરમારો
ગરબા રમવા બાબતે એક સમુદાયના ટોળાએ કર્યો હુમલો
પથ્થરમારો કરાતા 6થી 7 લોકો સહિત બે જવાનો ઇજાગ્રસ્ત
ગુજરાતમાં એકવાર ફરી પથ્થરમારો થયાની ઘટના સામે આવી છે. ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેરા ગામમાં નવરાત્રી દરમિયાન પથ્થરમારો થયાનું સામે આવ્યું છે. ગરબા રમવા બાબતે એક સમુદાયના ટોળાએ હુમલો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ભાગોળમાં ગરબા રમી રહેલા લોકો ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેથી પથ્થરમારો થવાના કારણે ગરબા રમી રહેલા 6થી 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
Gujarat | Stones pelted during Navratri celebrations in Kheda;6 people got injured
During Navratri celebrations in Undhela village last night, a group led by two people named Arif & Zahir started creating a disturbance. Later they pelted stones in which 6 got injured: DSP Kheda pic.twitter.com/EF05bPDKIc
ઘટનાની જાણ થતા જ ઘટનાસ્થળે પોલીસનો કાફલો દોડી આવ્યો
જોકે આ ઘટનાની જાણ થતા જ ઘટનાસ્થળે તુરંત પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ ઘટનાસ્થળે માતર પોલીસ, LCB અને SOG સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો. હાલમાં આ ઘટનામાં ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ ઘટનાની જાણ થતા જ SP, Dysp અને મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઉંઢેરા ગામે દોડી આવ્યો હતો. હાલ ઉંઢેરા ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ પથ્થરમારામાં બે જવાનો પણ ઇજાગ્રસ્ત થયા છે.
પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઇને વધુ તપાસ હાથ ધરાઇ
આ અંગે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, અહીંયા ગરબા નહીં રમવાના તેમ કહીને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જોકે પથ્થરમારા બાદ પરિસ્થિતિ વધારે તંગ ના બને એ માટે હાલ ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. હાલમાં આ ઘટનાને લઇને પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.