બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Stone pelting on Rama Navami procession in Fatehpura, Vadodara, police lathi-charged

શાંતિ ડહોળવાનો પ્રયાસ / મોઢા પર રૂમાલ, ગલીઓની આડ, વડોદરાના ફતેહપુરામાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થમારો, પોલીસે કર્યો લાઠીચાર્જ

Vishal Khamar

Last Updated: 07:10 PM, 30 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં નીકળેલી ભગવાન શ્રીરામની શોભાયાત્રા પર કેટલાક અસામાજીક તત્વો દ્વારા પથ્થરમારો કરતા મામલો બિચક્યો હતો. ત્યારે પથ્થરમારીની ઘટના બનતા સમગ્ર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

  • વડોદરાના ફતેપુરામાં શોભાયાત્રામાં ફરી પથ્થરમારો
  • ફતેપુરામાં ફરીથી શાંતિ ડહોળવાનો પ્રયાસ
  • રામનવમીને લઈ નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો
  • પોલીસ અધિકારીઓએ પોલીસ ભવન ત્રિનેત્ર ખાતે પહોંચ્યા 

વડોદરાનાં ફતેપુરામાં રામનવમીની શોભાયાત્રામાં કેટલાક અસામાજીક તત્વો દ્વારા પથ્થરમારો કરી શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે આજે રામનવમી હોઈ શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રા ફતેહપુરા ખાતે પહોંચતા કેટલાક અસામાજીક તત્વો દ્વારા પથ્થરમારો શરૂ કર્યો હતો. ત્યારે પોલીસે પથ્થમારાની ઘટના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસ ભવન પહોચ્યા છે. પોલીસ અધિકારીઓ પોલીસ ભવન ત્રિનેત્ર ખાતે પહોચ્યા છે. 
પોલીસના ઉચ્ચ અધિકારીઓ પોલીસ ભવન પહોંચ્યા 
વડોદરામાં બનેલી ઘટનાને લઈને ગાંધીનગર પોલીસ ભવન ખાતે પોલીસ અધિકારીઓની બેઠક મળી હતી. પોલીસ અધિકારીઓએ પોલીસ ભવન ત્રિનેત્ર ખાતે પહોંચ્યા હતા. ત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પોલીસ ભવન પહોચ્યા છે. તેમજ વડોદરાના પથ્થરમારાને લઈ CCTV ફૂટેજની ચકાસણી શરૂ કરી છે.  

મૂર્તિને ખંડિત કરવાનો પ્રયાસ 
રામનવમીની ભગવાન શ્રીરામની શોભાયાત્રા ફતેહપુરા વિસ્તારમાંથી નીકળતા શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. કેટલાક અસમાજિક તત્વોએ ભગવાન રામની મૂર્તિ પર પથ્થરમારો કરીને મૂર્તિને ખંડિત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગેની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો છે. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. 
હાલ પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છેઃ DCP
આ બનાવ અંગે DCP ઝોન 3 યશપાલ જગાનીયાએ જણાવ્યું કે, સિટી પોલીસ સ્ટેશન નજીક રામનવમીની શોભાયાત્રા દરમિયાન એક મસ્જિદ આગળ થોડું ઘર્ષણ થયું હતું. તેમાં કોઈ મુદ્દો બન્યો નથી. હાલ સમગ્ર વિસ્તારમાં શાંતિ છે, શોભાયાત્રા પોતાના રૂટ પર આગળ વધી ગઈ છે. હાલમાં પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Police Ramnavami 2023 Ramnavami procession stone pelting vadodra પથ્થરમારો રામનવમી 2023 વડોદરા vadodara
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ