બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:07 PM, 14 October 2024
સપ્તાહનું પ્રથમ ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજાર માટે ખૂબ જ શુભ રહ્યું છે. આજના સેશનમાં સેન્સેક્સ 82000 અને નિફ્ટી 25000નો આંકડો પાર કરવામાં સફળ રહ્યો હતો. આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ તેજી જોવા મળી. બજાર બંધ થતાં BSE સેન્સેક્સ 591 પોઈન્ટના ઉછાળા સાથે 81,973 પોઈન્ટ પર બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 164 પોઈન્ટના ઉછાળા સાથે 25,127 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.
ADVERTISEMENT
સેન્સેક્સના 30 શેરોમાંથી 20 શેર ઉછાળા સાથે અને 10 નુકસાન સાથે બંધ થયા હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 34 વધ્યા અને 15 નુકસાન સાથે બંધ થયા. વધતા શેરોમાં ટેક મહિન્દ્રા 2.93 ટકા, એચડીએફસી બેન્ક 2.29 ટકા, એલએન્ડટી 1.89 ટકા, આઇટીસી 1.78 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 1.63 ટકા, કોટક મહિન્દ્રા બેન્ક 1.55 ટકાના વધારા સાથે બંધ થયા છે. ઘટતા શેરોમાં મારુતિ સુઝુકી 1.81 ટકા, ટાટા સ્ટીલ 1.49 ટકા, બજાજ ફાઇનાન્સ 1.18 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.67 ટકા, નેસ્લે 0.39 ટકા, એક્સિસ બેન્ક 0.36 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.
ADVERTISEMENT
આજના કારોબારમાં બેન્કિંગ આઈટી શેરોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. નિફ્ટીનો બેન્કિંગ ઈન્ડેક્સ 1.26 ટકા અથવા 644 પોઈન્ટના વધારા સાથે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 537 પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યો હતો. આ સિવાય ફાર્મા, એફએમસીજી, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર અને ઓટો સેક્ટરના શેરમાં તેજી જોવા મળી હતી. ઘટતા શેરોમાં મેટલ્સ, મીડિયા અને કોમોડિટીઝનો સમાવેશ થાય છે. આજના કારોબારમાં નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ પણ જોરદાર ઉછાળા સાથે બંધ થયા છે.
શેરબજારમાં આવેલી તેજીને કારણે લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ ઉછાળા સાથે બંધ થયું છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 463.76 લાખ કરોડ પર બંધ થયું હતું, જે અગાઉના ટ્રેડિંગ સેશનમાં રૂ. 462.27 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું. એટલે કે બજારમાં તેજીના કારણે રોકાણકારોની સંપત્તિમાં 1.49 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.
આ પણ વાંચોઃ માત્ર 100 રૂપિયાનું રોકાણ તમને બનાવશે કરોડપતિ, આ રીતે કરો સ્માર્ટ ઈન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.