બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:22 PM, 15 January 2025
Share Market Closing 15th January 2025: બુધવારે બીએસઇ સેન્સેક્સ 224.45 પોઈન્ટ (0.29%) ના વધારા સાથે 76,724.08 પોઈન્ટ પર બંધ થયો. જ્યારે એનએસઇ નિફ્ટી 50 માત્ર 37.15 પોઈન્ટ (0.16%) ના વધારા સાથે 23,213.20 પોઈન્ટ પર બંધ થયો હતો.
ADVERTISEMENT
ભારતીય શેરબજારમાં આજે સતત બીજા દિવસે થોડી રિકવરી જોવા મળી, બુધવારે બજારની શરૂઆત સારી તેજી સાથે થઈ હતી. પરંતુ આજે ટ્રેડિંગ દરમિયાન બજારમાં સતત ભારે વધઘટ જોવા મળી. જોકે અંતે બજારે વધારા સાથે લીલા નિશાન પર કારોબાર બંધ કર્યો હતો. બુધવારે બીએસઇ સેન્સેક્સ 224.45 પોઈન્ટ (0.29%) ના વધારા સાથે 76,724.08 પોઈન્ટ પર બંધ થયો.
ADVERTISEMENT
જ્યારે એનએસઇ નિફ્ટી 50 માત્ર 37.15 પોઈન્ટ (0.16%) ના વધારા સાથે 23,213.20 પોઈન્ટ પર બંધ થયો છે. તમને જણાવી દઈએ કે ગઈકાલે મંગળવારે સેન્સેક્સ ૧૬૯.૬૨ પોઈન્ટ (0.22%) ના વધારા સાથે 76,499.63 પોઈન્ટ પર બંધ થયો હતો અને નિફ્ટી 121.65 પોઈન્ટ (0.53%) ના વધારા સાથે 23,207.60 પોઈન્ટ પર બંધ થયો હતો.
આ પણ વાંચોઃ રૂપિયા ડબલ કરી નાખશે Vodafone Ideaના શેર! સંકેત તેજીના, નોટ કરી લો ટાર્ગેટ પ્રાઇસ
બુધવારે ઝોમેટોના શેરમાં મોટો ઉછાળો જોવા મળ્યો
બુધવારે સેન્સેક્સની 30 માંથી 18 કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા, જ્યારે 12 કંપનીઓના શેર ઘટાડા સાથે લાલ રંગમાં બંધ થયા હતા. એ જ રીતે નિફ્ટી 50 ની 50 કંપનીઓમાંથી 27 કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં અને 23 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા. સેન્સેક્સ કંપનીઓમાં ઝોમેટોના શેર આજે સૌથી વધુ 5.13 ટકાના વધારા સાથે બંધ થયા. જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર 2.86 ટકાના મહત્તમ ઘટાડા સાથે બંધ થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.