બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / શેરબજારની નબળી શરૂઆત: સેન્સેક્સ 465 પોઈન્ટથી નીચે, તો નિફ્ટી પણ ડાઉન, રોકાણકારોના 2 લાખ કરોડ સ્વાહા
Last Updated: 09:54 AM, 24 June 2024
અઠવાડિયાના પહેલા દિવસે સોમવારે શેરબજારની નબળી શરૂઆત થઈ છે. ગયા અઠવાડિયે શેર માર્કેટમાં શાનદાર તેજી જોવા મળી હતી અને માર્કેટ ઓલટાઈમ હાઇ પણ પહોંચ્યું હતું એવામાં આ અઠવાડિયાની શરૂઆતમાં માર્કેટની શરૂઆત નબળી રહી છે.
ADVERTISEMENT
Sensex declines 463.96 points to 76,745.94 in early trade; Nifty drops 149.6 points to 23,351.50
— Press Trust of India (@PTI_News) June 24, 2024
આજે શરૂઆતના વેપારમાં સેન્સેક્સ 463.96 પોઈન્ટ ઘટીને 76,745.94 પર ખૂલ્યો હતું, સાથે જ નિફ્ટી 149.6 પોઈન્ટ ઘટીને 23,351.50 પર જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
આજે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ વેચવાલીનું વલણ છે અને આ બધાના કારણે આજે BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે, એટલે કે બજાર ખુલતાની સાથે જ રોકાણકારોએ 2 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે એમ કહી શકીએ.
21 જૂન શુક્રવારના રોજ છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો નિફ્ટી 50 ઈન્ડેક્સ 66 પોઈન્ટ ઘટીને 23,501ની સપાટીએ બંધ રહ્યો હતો. બજારના નિષ્ણાતો કહે છે કે જો નિફ્ટી 23,650ની ઉપર બંધ કરવામાં અને આ પોઈન્ટ પર ટકી રહેવામાં સફળ થાય છે, તો તેનો આગળનો ટાર્ગેટ 23,800 રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.