બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / 185 અંકની તેજી સાથે સેન્સેક્સ આજે 80500ને પાર, તો નિફ્ટી કેટલાં અંકે પહોંચ્યો, જાણો કયા શેર તેજીમાં

સ્ટોક માર્કેટ / 185 અંકની તેજી સાથે સેન્સેક્સ આજે 80500ને પાર, તો નિફ્ટી કેટલાં અંકે પહોંચ્યો, જાણો કયા શેર તેજીમાં

Last Updated: 09:41 AM, 7 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે સેન્સેક્સ 185 પોઈન્ટના ઉછાળા સાથે 80,563ના સ્તરે ખૂલ્યો, જયારે નિફ્ટીમાં 10 પોઈન્ટની તેજી જોવા મળી. જાણો આજના બજારના હાલ.

સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે આજે એટલે કે 7 નવેમ્બરે સેન્સેક્સ 185 પોઈન્ટના વધારા સાથે 80,563 પર ખુલ્યો. નિફ્ટી પણ 10 પોઈન્ટ વધીને 24,490 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 25માં તેજી છે અને 5માં ઘટાડો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 32માં તેજી છે અને 10માં ઘટાડો છે. NSEના હેલ્થકેર ઇન્ડેક્સમાં સૌથી વધુ 0.94%ની તેજી છે.

PROMOTIONAL 11

એશિયન બજારોમાં મિશ્ર કારોબાર

એશિયન માર્કેટમાં જાપાનનો નિક્કી 0.40% ડાઉન છે. જ્યારે કોરિયાનો કોસ્પી 0.18% અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.79% વધીને કારોબાર કરી રહ્યો છે. 6 નવેમ્બરના રોજ, યુએસ ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 3.57% વધીને 43,729 પર અને S&P 500 2.53% વધીને 5,929 પર બંધ થયો. Nasdaq 2.95% વધીને 18,983 પર બંધ થયો. NSEના ડેટા અનુસાર, વિદેશી રોકાણકારો (FII)એ 6 નવેમ્બરે ₹4,445.59 કરોડના શેર વેચ્યા. આ દરમિયાન, સ્થાનિક રોકાણકારો (DIIs) એ ₹4,889.33 કરોડના શેર ખરીદ્યા.

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પની જીતને શેરબજારે વધાવી, રોકાણકારો એક જ દિવસમાં કમાયા 800000 કરોડ

ગઈકાલે બજારમાં જોવા મળી હતી તેજી

અગાઉ ગઈકાલે એટલે કે 6 નવેમ્બરે સેન્સેક્સ 901 પોઈન્ટ (1.13%)ના વધારા સાથે 80,378 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 270 પોઈન્ટ (1.12%) વધીને 24,484 ના સ્તર પર બંધ થયો. જયારે BSE સ્મોલકેપ 1,077 પોઈન્ટ (1.96%) ના વધારા સાથે 56,008 ના સ્તરે બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 25માં તેજી અને 5માં ઘટાડો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 41માં તેજી અને 9માં ઘટાડો હતો. એનએસઈના તમામ ક્ષેત્રીય સૂચકાંકોમાં તેજી હતી. આઇટી સેક્ટરમાં સૌથી વધુ 4.05%ની તેજી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Business Stock Market Today Share Market
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ