બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / શેરબજારમાં રેકોર્ડ બ્રેક તેજીનો સિલસિલો યથાવત, સેન્સેક્સ-નિફ્ટી આજે ફરી ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું
Last Updated: 10:10 AM, 19 June 2024
આજે એટલે કે 19 જૂને ભારતીય શેરબજાર સતત બીજા દિવસે ઓલ ટાઈમ હાઇ પર પહોંચી ગયું છે. ગઇકાલે BSE સેન્સેક્સ અને નિફ્ટી 50 રેકોર્ડ હાઈ પર બંધ થયા હતા અને આજે નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે.
ADVERTISEMENT
આજે નિફ્ટીએ પહેલીવાર 23600 પોઇન્ટ્સને પાર કર્યો છે તો BSE સેન્સેક્સ 77500 ની ઉપર ખુલ્યો છે.
ADVERTISEMENT
આજે BSE સેન્સેક્સ 77,543.22 ના સ્તરે ખુલ્યો હતો, જ્યારે NSE નો નિફ્ટી 23,629.85 પર ખુલ્યો. આજે નિફ્ટીએ 23630.70 પોઈન્ટ સાથે ઓલ ટાઈમ હાઈ રેકોર્ડ સુધી પહોંચ્યો હતો.
ગઈકાલે સેન્સેક્સ અને નિફ્ટીએ 77,366 અને 23,579ની ઓલ ટાઈમ હાઇ પર પહોંચીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. સેન્સેક્સ 308 પોઈન્ટ અથવા 0.40 ટકા વધીને 77,301 પર અને નિફ્ટી 92 પોઈન્ટ અથવા 0.39 ટકા વધીને 23,557 પોઈન્ટ પર બંધ થયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.