બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / શેરબજારની ગજબ વાપસી, 1100 પોઈન્ટના કડાકા બાદ માર્કેટ રિકવર

બિઝનેસ / શેરબજારની ગજબ વાપસી, 1100 પોઈન્ટના કડાકા બાદ માર્કેટ રિકવર

Last Updated: 03:36 PM, 13 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Stock Market : બજાર બંધ થવાની 45 મિનિટ પહેલા સેન્સેક્સ 708.97 પોઈન્ટના વધારા સાથે 81,998.93 પર ટ્રેડ કરી રહ્યો હતો

Stock Market : સપ્તાહના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી જળવાઈ રહી છે. દિવસ દરમિયાન સેન્સેક્સ 82,100.82ની ઇન્ટ્રા-ડે હાઇએ પહોંચવામાં સફળ રહ્યો છે. બજાર બંધ થવાની 45 મિનિટ પહેલા સેન્સેક્સ 708.97 પોઈન્ટના વધારા સાથે 81,998.93 પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી 190.40 પોઈન્ટ અથવા 0.78 ટકાના વધારા સાથે 24,739.10 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો. BSEમાં ટોચની 30 કંપનીઓમાંથી 27ના શેરમાં વધારો જોવા મળ્યો છે.

શેરબજારમાં આજે જોરદાર રિકવરી જોવા મળી છે. સેન્સેક્સ ગઈકાલના બંધની સરખામણીમાં દિવસ દરમિયાન 1147 પોઈન્ટ ઘટ્યા બાદ 600થી વધુ પોઈન્ટ મેળવવામાં સફળ રહ્યો છે. BSE સેન્સેક્સ 625.21 પોઈન્ટ અથવા 0.77 ટકાના વધારા સાથે 81,843.24 પર અને નિફ્ટી 0.63 ટકા અથવા 155.30 પોઈન્ટના વધારા સાથે 24,704 પર ટ્રેડ કરી રહ્યો છે.

ભારતી એરટેલનો શેર 4 ટકાથી વધુના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. સેન્સેક્સની ટોચની 30 કંપનીઓમાં 25 કંપનીઓના શેર લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. ટાટા સ્ટીલના શેર 1 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા અને ઈન્ડસઈન્ડ બેન્કના શેર એક ટકાથી વધુના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.

વધુ વાંચો : ઓછા પગારે કરોડપતિ બનાવશે 50:30:20ની ફોર્મ્યુલા, બસ આવી રીતે કરો રોકાણ

DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Stock Market Sensex Nifty
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ