બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / સતત બીજા દિવસે શેરબજારમાં નોંધાયો ઉછાળો, સેન્સેક્સ-નિફ્ટીમાં દેખાઈ મજબૂતી

બિઝનેસ / સતત બીજા દિવસે શેરબજારમાં નોંધાયો ઉછાળો, સેન્સેક્સ-નિફ્ટીમાં દેખાઈ મજબૂતી

Last Updated: 10:07 AM, 29 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયન શેરબજારોમાં ઉછાળા વચ્ચે સોમવાર પછી અઠવાડિયાના બીજા કારોબારી દિવસે મંગળવારે ભારતીય શેરબજારમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ 300પોઈન્ટ ઉછળ્યો.

સોમવારે સેન્સેક્સ 1005.88 પોઈન્ટના વધારા સાથે 80218.37 પર બંધ થયો. જ્યારે નિફ્ટી 50 પણ 289 પોઈન્ટ વધીને 24,328.50 પર બંધ થયો.

એશિયન શેરબજારોમાં ઉછાળા વચ્ચે સોમવાર પછી અઠવાડિયાના બીજા કારોબારી દિવસે મંગળવારે ભારતીય શેરબજારમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ 300પોઈન્ટ ઉછળ્યો. આ પહેલા નિફ્ટીમાં પણ વધારો જોવા મળ્યો હતો.

આ પહેલા સોમવારે, સેન્સેક્સ 1005.88 પોઈન્ટના વધારા સાથે 80,218.37 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી ફિફ્ટી 289 પોઈન્ટ વધીને 24,328.50 પર બંધ થયો.

સેન્સેક્સ-નિફ્ટીની મજબૂત શરૂઆત

મંગળવારે શેરબજારમાં કારોબારની શરૂઆતમાં BSE સેન્સેક્સ તેના અગાઉના બંધ 80218.37 ની સરખામણીમાં 80396.92 ના સ્તરે ખુલ્યો અને થોડા જ સમયમાં લગભગ 450 પોઈન્ટ વધીને તે 80661.31 ના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો. સેન્સેક્સની જેમ NSE નિફ્ટી પણ ગ્રીન ઝોનમાં 24,370.70 પર ખુલ્યો. જે તેના અગાઉના બંધ 24,328.50 થી વધીને 120 પોઈન્ટ વધીને 24442.25 પર પહોંચ્યો. મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે શેરબજારની શરૂઆતમાં લગભગ 1680 કંપનીઓના શેર ગ્રીન ઝોનમાં વધારા સાથે ટ્રેડિંગ શરૂ કર્યું. જ્યારે મંગળવારે 405 કંપનીઓના શેર ઘટાડા સાથે રેડ ઝોનમાં શરૂ થયા. આ ઉપરાંત 135 કંપનીઓના શેરની સ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી અને તેમની શરૂઆત ફ્લેટ રહી છે.

આ પણ વાંચો: રૂ. 100 અને 200ની નોટ પર RBIનો મોટો નિર્ણય, બેંકોને આપ્યા મહત્વના નિર્દેશ

આ 10 શેર આજે તેજીમાં

શેરબજારમાં શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન જે શેર મજબૂત રીતે ખુલ્યા તેમાં ઇન્ડસઇન્ડ બેંક શેર (2%), ટાટા મોટર્સ શેર (1.82%), રિલાયન્સ શેર (1.60%), ભારતી એરટેલ શેર (1.45%) જેવી લાર્જ કેપ કંપનીઓનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત, મિડકેપ કેટેગરીમાં સમાવિષ્ટ બંધન બેંક શેર (4.14%), મઝગાંવ ડોક શેર (3.80%), યુકો બેંક શેર (3.52%) વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. તે જ સમયે IGL ના શેરમાં પણ લગભગ 3 ટકાનો વધારો થયો હતો. સ્મોલકેપ કેટેગરીમાં સમાવિષ્ટ શેરની વાત કરીએ તો, PNB હાઉસિંગ શેર 9.52% અને RPG લાઇફ શેર 8.92% વધ્યો હતો.

DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Business Sensex Nifty Stock Market Today
Priyankka Triveddi

Sr. News Editor at VTV Gujarati, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ