બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / જોવા જેવું / રેડ ઝોનમાં ખુલ્યું શેર બજાર, 85 અંકના ઘટાડા સાથે સેન્સેક્સ 79 હજારને પાર, તો નિફ્ટી કેટલાં અંકે ખુલ્યો
Last Updated: 09:41 AM, 27 November 2024
ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસે શેરબજાર મામૂલી ઘટાડા સાથે રેડ ઝોનમાં ખુલ્યું. BSE પર સેન્સેક્સ 85 પોઈન્ટના ઘટાડા સાથે 79,918.26 પર ખુલ્યો. તો NSE પર નિફ્ટી 0.08 ટકાના ઘટાડા સાથે 24,174.05 પર ખુલ્યો. શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સના 30 શેરોમાંથી 17માં ઘટાડો અને 13માં વધારો જોવા મળ્યો. આજે એફએમસીજી અને બેન્કિંગ શેર્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જયારે આઇટી અને એનર્જી શેર્સમાં વૃદ્ધિ જોવા મળી રહી છે.
ADVERTISEMENT
બજાર ખુલતાની સાથે જ M&M, કોલ ઈન્ડિયા, NTPC, BPCL અને વિપ્રોના શેર નિફ્ટી પર વધારા સાથે ટ્રેડ થયા, જ્યારે અદાણી પોર્ટ્સ, ભારતી એરટેલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, સિપ્લા અને ટાટા સ્ટીલના શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
ADVERTISEMENT
એશિયન માર્કેટમાં મિશ્ર કારોબાર
એશિયન માર્કેટમાં જાપાનનો નિક્કી 0.72% અને કોરિયાનો કોસ્પી 0.27% ડાઉન છે. જ્યારે ચીનના શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સમાં 0.52%નો વધારો જોવા મળી રહ્યો છે. 26 નવેમ્બરના રોજ, યુએસ ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.28% વધીને 44,860 પર અને S&P 500 0.57% વધીને 6,021 પર બંધ થયો. Nasdaq પણ 0.63% વધીને 19,175 પર બંધ થયો. NSEના ડેટા અનુસાર, વિદેશી રોકાણકારો (FII)એ 26 નવેમ્બરે ₹1,157 કરોડના શેર ખરીદ્યા હતા. આ દરમિયાન, સ્થાનિક રોકાણકારો (DII) એ ₹1,910 કરોડના શેરનું વેચાણ કર્યું.
આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલ પૂરાવતા પહેલા જાણી લો આજના લેટેસ્ટ રેટ, જાણો વધારો થયો કે ઘટાડો
મંગળવારે શેરબજાર
કારોબારી સપ્તાહના બીજા દિવસે શેરબજાર રેડ ઝોનમાં બંધ થયું. BSE પર સેન્સેક્સ 105 પોઈન્ટના ઘટાડા સાથે 80,004.06 પર બંધ રહ્યો હતો. જયારે NSE પર નિફ્ટી 0.11 ટકાના ઘટાડા સાથે 24,195.45 પર બંધ થયો હતો. લગભગ 2179 શેરમાં વધારો થયો, 1580 શેરમાં ઘટાડો થયો અને 105 શેરમાં કોઈ ફેરફાર થયો ન હતો. નિફ્ટી પર ટ્રેડિંગ દરમિયાન બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ, એશિયન પેઈન્ટ્સ, શ્રીરામ ફાઈનાન્સ, ભારત ઈલેક્ટ્રોનિક્સ, ઈન્ફોસિસના શેર્સ ટોપ ગેનર્સની લિસ્ટમાં હતા, જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, સન ફાર્મા અને બજાજ ઓટોના શેર ટોપ લૂઝર્સની લિસ્ટમાં હતા. BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો લીલા રંગમાં ટ્રેડ થયા હતા. સેક્ટોરલ મોરચે, ઓટો, પાવર, ફાર્મા, ઓઇલ એન્ડ ગેસમાં 1-1.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે એફએમસીજી, આઇટી, મેટલમાં 0.5-1 ટકાનો વધારો નોંધાયો હતો.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.