બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ફેડના નિર્ણય પહેલા શેરબજારમાં સુસ્તી, સેન્સેક્સ-નિફ્ટી ગગડ્યા, આઈટી સેક્ટરના શેરો ઘટ્યા
Last Updated: 09:42 AM, 18 September 2024
Stock Market : આજે એટલે કે 18 સપ્ટેમ્બરે સેન્સેક્સ 42 પોઈન્ટના ઘટાડા સાથે 83,037ના સ્તરે ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી 10 પોઈન્ટનો ઘટાડા સાથે 25,400ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 14 વધી રહ્યા છે અને 16 ઘટી રહ્યા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 33 વધી રહ્યા છે અને 17 ઘટી રહ્યા છે. આઇટી સેક્ટરના શેરમાં સૌથી વધુ ઘટાડો થયો છે.
ADVERTISEMENT
એશિયન માર્કેટમાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળ્યો
એશિયન માર્કેટમાં આજે મિશ્ર ટ્રેન્ડ જોવા મળ્યો હતો. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 0.71 ટકા અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.021 ટકા ઉપર છે. હોંગકોંગનો હેંગસેંગ પણ 1.37 ટકા વધ્યો છે. 17 સપ્ટેમ્બરે અમેરિકન બજારનો ડાઉ જોન્સ 0.038 ટકા ઘટીને 41,606ના સ્તરે બંધ થયો હતો. જ્યારે Nasdaq 0.20 ટકા વધીને 17,628 પર બંધ રહ્યો હતો. S&P500 0.026 ટકા વધીને 5,634 પર છે. NSEના ડેટા અનુસાર, વિદેશી રોકાણકારો (FII)એ 17 સપ્ટેમ્બરે રૂ. 482.69 કરોડના શેર ખરીદ્યા હતા. આ સમયગાળા દરમિયાન સ્થાનિક રોકાણકારો (DII)એ પણ રૂ. 874.15 કરોડના શેર ખરીદ્યા હતા.
ADVERTISEMENT
મંગળવારે બજાર ગ્રીન સિગ્નલ સાથે બંધ થયો હતો
બજાર ખૂલતાંની સાથે શ્રીરામ ફાઇનાન્સ, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ, બજાજ ફાઇનાન્સ, એનટીપીસી અને હીરો મોટોકોર્પ નિફ્ટી પર ફાયદા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે એલટીઆઈએમ ઇન્ડટ્રી, વિપ્રો, ઈન્ફોસિસ, ટીસીએસ અને ટેક મહિન્દ્રા ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. નોંધનીય છે કે, કારોબારી સપ્તાહના બીજા દિવસે શેરબજાર ગ્રીન સિગ્નલમાં બંધ થયો હતો. BSE પર સેન્સેક્સ 58 પોઈન્ટના ઉછાળા સાથે 83,047.08 પર બંધ રહ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.09 ટકાના વધારા સાથે 25,406.90 પર બંધ થયો.
વધુ વાંચો : સસ્તા ભાવે સોનું ખરીદવાની સોનેરી તક! ચાંદીના ભાવમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ ગોલ્ડ રેટ
આર્કેડ ડેવલપર્સ અને નોર્ધન આર્કના IPO માટે બિડિંગનો ત્રીજો દિવસ
આર્કેડ ડેવલપર્સ લિમિટેડ અને નોર્ધન આર્ક કેપિટલ લિમિટેડના IPO માટે બિડિંગનો આજે ત્રીજો દિવસ છે. આર્કેડ ડેવલપર્સનો IPO બે ટ્રેડિંગ દિવસોમાં કુલ 17.41 વખત સબસ્ક્રાઇબ થયો હતો. રિટેલ કેટેગરીમાં ઇશ્યૂ 21.40 ગણો, ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) કેટેગરીમાં 0.47 ગણો અને નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (NII) કેટેગરીમાં 29.99 ગણો સબસ્ક્રાઇબ થયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.