stock market sensex breaks 721 points nifty also breaks
BIG BREAKING /
શેરમાર્કેટ ખૂલતાંની સાથે જ ધડામ: સેન્સેક્સ 985 પોઈન્ટ તૂટ્યો; 8 દિવસમાં રૂ.23 લાખ કરોડ ડૂબ્યાં
Team VTV10:00 AM, 12 May 22
| Updated: 10:10 AM, 12 May 22
ભારતીય શેર બજાર ખૂલતાની સાથે જ તૂટયો,સેન્સેક્સ 958.86 પોઈન્ટના ઘટાડા સાથે 53,129.53 પર જ્યારે નિફ્ટી 313.55 ઘટીને 15,853.55 પોઇન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.
ભારતીય શેરબજારમાં કડાકો
શેર માર્કેટ ખૂલતાની સાથે જ તૂટ્યો
રોકાણકારોના કરોડો ડૂબ્યા
ભારતીય શેરબજારમાં ઘટાડો અટકવાનું નામ નથી લઇ રહ્યો. ચોતરફ વેચવાલીના કારણે શેરબજારમાં ગુરુવારે ખુલતાની સાથે જ ગગડી ગયું.
સેન્સેક્સ 958.86 પોઈન્ટ તૂટીને 53,129.53 પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 313.55 ઘટીને 15,853.55 પોઇન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટીએ આજે મહત્વનો ટેકો તોડ્યો છે. ત્યારે આ સ્થિતિને લઇને હજુ પણ બજારમાં ઘટાડો નોંધાય તેવી આશંકા સેવાઇ રહી છે. સેન્સેક્સમાં સમાવિષ્ટ 30માંથી માત્ર પાવર ગ્રીડના શેર જ લીલા નિશાન પર છે. બાકીના 29 લાલ નિશાન પર પહોંચી ગયા છે.
23 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન
મે મહિનાના 8 ટ્રેડિંગ દિવસોમાં રોકાણકારોએ ઓછામાં ઓછા રૂ. 23 લાખ કરોડથી વધુનું નુકસાન કર્યું છે. નોંધનીય છે કે BSE પર 2 મેના રોજ લિસ્ટેડ કંપનીઓનું મૂડીકરણ રૂ. 2,65,88,212.16 કરોડ હતું. જો કે તે પછી બજાર સતત ડાઉન જવાના કારણે BSE પર લિસ્ટેડ કંપનીઓની મૂડી 12 મેની સવાર સુધીમાં ઘટીને રૂ. 2,42,01,781.70 કરોડ થઈ ગઈ છે. તેના કારણે રોકાણકારોને માત્ર આઠ દિવસમાં 23 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.