stock market opens with green signal on first trading day monday sensex reaches 58000
શેરબજાર /
સોમવારે લીલા નિશાન પર ખૂલ્યું બજાર, સેન્સેક્સ 58000 ને પાર, નિફ્ટીમાં પણ તેજી
Team VTV11:49 AM, 21 Mar 22
| Updated: 11:50 AM, 21 Mar 22
સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે આજે સોમવારે શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું હતું. સેન્સેક્સ 166 પોઈન્ટના વધારા સાથે 58,030 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ઈન્ડેક્સ પણ 46 પોઈન્ટના વધારા સાથે 17,333 પર ખુલ્યો હતો.
સોમવારે શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું
58,030 પર ખુલ્યો sensex
46 પોઈન્ટના વધારા સાથે 17,333 પર ખુલ્યો nifty
સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે આજે સોમવારે શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ 166 પોઈન્ટના વધારા સાથે 58,030 પર ખુલ્યો હતો, જ્યારે એનએસઈનો નિફ્ટી ઈન્ડેક્સ પણ 46 પોઈન્ટના વધારા સાથે 17,333 પર ખુલ્યો હતો.
સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજારની શરૂઆત લીલા નિશાન પર
મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજારની શરૂઆત લીલા નિશાન પર થઈ હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ 166.33 પોઈન્ટ અથવા 0.29 % વધીને 58030 પર ખુલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 46.50 પોઈન્ટ અથવા 0.27 ટકા વધીને 17333ની સપાટીએ ખુલ્યો હતો. બજાર ખુલતાની સાથે જ લગભગ 1633 શેર વધ્યા છે, 602 શેર ઘટ્યા છે અને 124 શેર યથાવત રહ્યા છે. નોંધનીય છે કે ગત સપ્તાહે બજાર સતત બે દિવસ સુધી તેજી સાથે બંધ થયું હતું.
ગુરુવારે સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો
ગુરુવારે શેરબજારમાં પણ હોળીનો તહેવાર જોવા મળ્યો હતો. હોલિકા દહનના દિવસે બજારના બંને સૂચકાંકો લીલા નિશાન પર ખૂલ્યા હતા અને દિવસભર તેજી સાથે વેપાર કર્યા બાદ અંતે મજબૂતીથી બંધ થયા હતા. BSE સેન્સેક્સ 1047 પોઈન્ટ અથવા 1.84 ટકા વધીને 57,864 પર બંધ થયો હતો, જ્યારે NAE નિફ્ટી 311 પોઈન્ટ અથવા 1.90 ટકા વધીને 17,287 પર બંધ થયો હતો.
ગયા સપ્તાહે બજારમાં ચાર ટકાનો ઉછાળો
એક અહેવાલ મુજબ 17 માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં શેરબજારમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. હોળીના તહેવારની રજાના કારણે આ અઠવાડિયું અન્ય અઠવાડિયાની સરખામણીમાં નાનું હતું. રિપોર્ટ અનુસાર માર્કેટમાં ચાર ટકાનો ઉછાળો નોંધાયો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે 60 સ્મોલ કેપ્સમાં 10 થી 25 ટકાનો વધારો નોંધાયો છે.
બંને સૂચકાંકોની આ સ્થિતિ છે
ગત સપ્તાહે રશિયા અને યુક્રેન વચ્ચેના તણાવમાં ઘટાડો અને ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાની અસર જોવા મળી રહી છે. BSE સેન્સેક્સ 2,313.63 પોઈન્ટ (4.16 ટકા) વધીને 57,863.93 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50 656.6 પોઈન્ટ (3.94 ટકા) વધીને 17,287.05 પર બંધ થયો હતો.
એશિયન બજારોમાં પણ તેજી ચાલુ છે
દરમિયાન, સોમવારે મોટાભાગના એશિયન બજારોમાં મજબૂત તેજીથી કામકાજ જોવા મળી રહ્યું છે. SGX નિફ્ટી 100 પોઈન્ટની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. ડાઉ ફ્યુચર સવારે સપાટ દેખાતું હતું. શુક્રવારે યુએસ માર્કેટ તેજી સાથે બંધ થયા છે. ડાઉ જોન્સ 274 પોઈન્ટ સુધર્યો હતો. S&P 500 1.17 ટકા વધ્યો હતો.