બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:24 PM, 29 May 2024
ભારતીય શેરબજારમાં આજે એટલે કે 29મી મેના રોજ લાલ નિશાન પર ટ્રેડિંગ શરૂ થયું હતું અને સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે ખુલ્યા છે. BSE સેન્સેક્સ 416.1 પોઈન્ટ ઘટીને 74,754.35 પર ખુલ્યો જ્યારે NSE નિફ્ટી 125.9 પોઈન્ટ 0.55% ઘટીને 22,762.25 પર ખુલ્યો હતો.
ADVERTISEMENT
Sensex declines 416.1 points to 74,754.35 in early trade; Nifty drops 125.9 points to 22,762.25
— Press Trust of India (@PTI_News) May 29, 2024
એ બાદ પણ ઘટાડાનો આ ટ્રેન્ડ ચાલુ રહ્યો અને આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધીમાં BSE સેન્સેક્સ 563 પોઈન્ટના ઘટાડા સાથે74,606 પર ટ્રેડ કરી રહ્યો છે.
ADVERTISEMENT
આજે સવારે એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી, હોંગકોંગનો હેંગસેંગ અને જાપાનનો નિક્કી પણ લાલ નિશાન પર ટ્રેડ કરી રહ્યો છે. જોકે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ નફામાં કારોબાર કરતો જોવા મળ્યો હતો. આ સિવાય મંગળવારે અમેરિકન બજારો મિશ્ર વલણ સાથે બંધ થયા હતા, જેના કારણે ભારતીય શેરબજાર આજે ઘટાડા સાથે ખૂલ્યું હતું.
અગાઉ 23 મેના રોજ સેન્સેક્સ 75,499ના સ્તરે પહોંચ્યો ત્યારે શેરબજારે નવો રેકોર્ડ બનાવ્યો હતો. જો કે, તે પહેલા, સેન્સેક્સનો ઓલ ટાઈમ હાઈ 75,124 હતો, જે બજારે 9 એપ્રિલે બનાવ્યો હતો. તે જ દિવસે નિફ્ટી 22,993ના સ્તરને સ્પર્શ્યો હતો, જે અગાઉના 22,794ના ઉચ્ચ સ્તરે હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.