બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / શેર બજારમાં 'લીલો સૂરજ' ઊગ્યો, ઉત્તરાયણ પર ધમાકેદાર ઓપનિંગ, આ શેરમાં 6 ટકાની અપર સર્કિટ
Last Updated: 09:48 AM, 14 January 2025
ભારતીય શેરબજારમાં ચાલી રહેલી વેચવાલી પર આજે બ્રેક લાગી ગઈ. મંગળવાર 14 જાન્યુઆરીના રોજ શેરબજારની શરૂઆત મામૂલી તેજી સાથે થઈ. બીએસઈ સેન્સેક્સ 5.74 પોઈન્ટના નજીવા વધારા સાથે 76,335.75 પર ખુલ્યો. જયારે NSE નિફ્ટી 79.95 પોઈન્ટના વધારા સાથે 23,165.90 પર ખુલ્યો. શરૂઆતના કારોબારમાં બજારમાં તેજી જોવા મળી. બીએસઈ સેન્સેક્સ 387.15 પોઈન્ટ વધીને 76,717.16 ના સ્તરે પહોંચ્યો, જ્યારે એનએસઈ નિફ્ટી 115.15 પોઈન્ટના વધારા સાથે 23,201.10 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ દરમિયાન, બજારમાં સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે.
ADVERTISEMENT
સેન્સેક્સના 30 શેરોમાંથી 27માં તેજી અને 3માં ઘટાડો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 28માં તેજી અને 21માં ઘટાડો છે. જ્યારે એક સ્ટોક કોઈ ફેરફાર વિના ખુલ્યો છે. NSE સેક્ટોરલ ઇન્ડેક્સમાં, જાહેર ક્ષેત્રના બેંક શેરોમાં મહત્તમ 2.08% નો ઉછાળો જોવા મળ્યો છે. આ ઉપરાંત, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 1.19%, ઓઇલ એન્ડ ગેસ 1.32% અને મીડિયા 1.96% ના વધારા સાથે કારોબાર કરી રહ્યા છે. FMCG અને IT સેક્ટરમાં મામૂલી ઘટાડો જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
અદાણી પાવરના શેરમાં 6% થી વધુનો ઉછાળો
અદાણી ગ્રુપના બધા શેર વધારા સાથે લીલા નિશાનમાં ખુલ્યા છે. જેમાં અદાણી પાવર, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી એનર્જી સોલ્યુશન્સમાં મહત્તમ વૃદ્ધિ જોવા મળી રહી છે. આજે અદાણી પાવર 6% થી વધુ ઉછળ્યો છે.
વૈશ્વિક બજારમાં મિશ્ર કારોબાર
એશિયન બજારમાં, જાપાનનો નિક્કી 1.84% ઘટ્યો જ્યારે કોરિયાના કોસ્પીમાં 0.16% તેજી જોવા મળી. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ 1.79% વધીને 3,217 પર બંધ થયો. NSE ના ડેટા અનુસાર, વિદેશી રોકાણકારો (FII) એ 13 જાન્યુઆરીના રોજ 4,892.84 કરોડ રૂપિયાના શેર વેચ્યા. આ દરમિયાન, સ્થાનિક રોકાણકારો (DIIs) એ 8,066.07 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા. 13 જાન્યુઆરીએ અમેરિકાનો ડાઉ જોન્સ 0.86% ની તેજી સાથે 42,297 પર બંધ થયો. S&P 500 ઇન્ડેક્સ 0.16% વધીને 5,836 પર બંધ રહ્યો જ્યારે Nasdaq ઇન્ડેક્સ 0.38% ઘટીને 19,088 પર બંધ રહ્યો.
ગઈકાલે શેરબજારમાં જોવા મળ્યો હતો ઘટાડો
ગઈકાલે એટલે કે 13 જાન્યુઆરીના રોજ, શેરબજારમાં સતત ચોથા ટ્રેડિંગ દિવસે ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 1048 પોઈન્ટ (1.36%) ઘટીને 76,330 પર બંધ થયો. નિફ્ટી પણ 345 પોઈન્ટ (1.47%) ઘટીને 23,085 પર બંધ થયો. બીએસઈ સ્મોલકેપ 2,126 પોઈન્ટ (4.03%) ઘટીને 50,596 પર બંધ થયો. સેન્સેક્સના 30 શેરોમાંથી 26 શેરમાં ઘટાડો અને માત્ર 4 શેરોમાં તેજી રહી. નિફ્ટીના 50 શેરોમાંથી 46 શેરોમાં ઘટાડો થયો અને માત્ર 4 શેરોમાં તેજી રહી. NSE ક્ષેત્રીય સૂચકાંકોમાં, નિફ્ટી રિયલ્ટી સૌથી વધુ 6.47%, નિફ્ટી મીડિયા 4.54% અને નિફ્ટી મેટલ 3.77% ઘટીને બંધ થયા.
આ પણ વાંચો: મહાકુંભ શરૂ થતાં જ શેર બજાર કેમ થાય છે ક્રેશ? 20 વર્ષથી ચાલી રહ્યો છે ટ્રેન્ડ
ચાર દિવસના ઘટાડામાં રોકાણકારોના 24.69 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા
છેલ્લા ચાર દિવસથી શેરબજારમાં ભારે વેચવાલીથી રોકાણકારોને 24.69 લાખ કરોડ રૂપિયાનું મોટું નુકસાન થયું છે. આ સાથે, ચાર ટ્રેડિંગ સત્રોમાં સેન્સેક્સ કુલ 1,869.1 પોઈન્ટ એટલે કે 2.39 ટકા ઘટ્યો છે. સોમવારે જ રોકાણકારોની મૂડીમાં 12.61 લાખ કરોડ રૂપિયાનો મોટો ઘટાડો જોવા મળ્યો. આમ, બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું કુલ બજાર મૂડી 24,69,243.3 કરોડ રૂપિયા ઘટીને 4,17,05,906.74 કરોડ રૂપિયા (4.82 લાખ કરોડ ડોલર) થઈ ગયું.
DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.