બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ભારત / લોકસભા વચ્ચે શેર બજારમાં રેકોર્ડ પર રેકોર્ડ, નિફ્ટી ઓલ ટાઈમ હાઈ, આ રોકાણકારો લકી

શેરબજાર અપડેટ / લોકસભા વચ્ચે શેર બજારમાં રેકોર્ડ પર રેકોર્ડ, નિફ્ટી ઓલ ટાઈમ હાઈ, આ રોકાણકારો લકી

Last Updated: 01:21 PM, 23 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Stock Market Update Latest News : છેલ્લા ત્રણ ટ્રેડિંગ દિવસોથી શેરબજારમાં મંદી જોવા મળી હતી પરંતુ ગુરુવારે ફરી એકવાર બજાર વધવા લાગ્યું, બોમ્બે સ્ટોક એક્સચેન્જના સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં જોરદાર ઉછાળો

Stock Market Update : લોકસભા ચૂંટણી 2024 વચ્ચે ગુરુવારે શેરબજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. વાત જાણે એમ છે કે, આજે ઈતિહાસ રચતા નિફ્ટી ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો છે. ઈન્ટ્રાડે દરમિયાન નિફ્ટી 22,806.20ના સ્તરને સ્પર્શી ગયો છે. જોકે થોડા સમય પછી નિફ્ટી 228.45 પોઈન્ટ વધીને 22,826.25 પર પહોંચ્યો હતો. મહત્વનું છે કે છેલ્લા ત્રણ ટ્રેડિંગ દિવસોથી શેરબજારમાં મંદી જોવા મળી હતી, પરંતુ ગુરુવારે ફરી એકવાર બજાર વધવા લાગ્યું.

આજે ગુરુવારના દિવસે ધીમી શરૂઆત બાદ અચાનક બોમ્બે સ્ટોક એક્સચેન્જના સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં જોરદાર ઉછાળો આવ્યો છે. BSEનો 30 શેરનો સેન્સેક્સ બુધવારે 74,221 પર બંધ થયો હતો અને ગુરુવારે 74,253 પર ખુલ્યો હતો. પછી અચાનક આ ઇન્ડેક્સ વધવા લાગ્યો અને 11.30 વાગ્યે તે 444.23 પોઈન્ટ ઉછળીને 74,665.29 ના સ્તરે ટ્રેડ થવા લાગ્યો.

નિફ્ટીએ આજે ​​ઈતિહાસ રચ્યો

NSEનો નિફ્ટી એ 22614ના સ્તરે ઉછાળા સાથે ખુલ્યો હતો અને થોડી જ વારમાં તે ગતિ પકડીને 22800ના સ્તરને પાર કરી ગયો હતો. બુધવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે નિફ્ટી 22,597.80 ના સ્તર પર બંધ થયો હતો. સેન્સેક્સની વાત કરીએ તો આજના ટ્રેડિંગ દરમિયાન તે 74,991.08 પર પહોંચી ગયો છે. BSEના ટોચના 30 શેરોમાંથી 27 શેરમાં તેજી જોવા મળી છે. એક્સિસ બેન્કે લગભગ 4 ટકાનો ઉછાળો નોંધાવ્યો છે.

વધુ વાંચો : સોના-ચાંદીમાં ઘટાડાનો ગ્રાફ, બે દિવસમાં આટલું સસ્તું થયું ગોલ્ડ-સિલ્વર, જાણો લેટેસ્ટ ભાવ

જાણો કયા શેર્સમાં વધારો

આજે નિફ્ટી 50માં સૌથી વધુ 5 ટકાનો ઉછાળો અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં છે. તે પછી એક્સિસ બેંક અને એલએન્ડટીના શેરમાં લગભગ 3 ટકાનો ઉછાળો છે જ્યારે મિડકેપ સેગમેન્ટમાં, રેલ્વે શેરો ફરીથી સત્તામાં છે. RVNLના શેરમાં 8 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. આ સાથે IRFCના શેરમાં 7 ટકાની મજબૂત તેજી જોવા મળી રહી છે. 100 નિફ્ટી શેર 52-સપ્તાહની ટોચે ટ્રેડ થઈ રહ્યા હતા . જ્યારે 1,242 શેરમાં ઘટાડો ચાલુ છે. જ્યારે 110 શેર યથાવત છે. 101 શેર 52 સપ્તાહના ઉચ્ચ સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે 17 શેર 52 સપ્તાહના નીચલા સ્તરે હતા. 79 શેરમાં અપર સર્કિટ જોવા મળી રહી છે જ્યારે 56 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Stock Market Nifty Stock Market Update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ