બ્રેકિંગ ન્યુઝ
Khyati
Last Updated: 11:37 AM, 11 February 2022
ADVERTISEMENT
સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે શુક્રવારે શેર બજાર ખુલતાની સાથે જ કડાકો બોલાઇ ગયો. છેલ્લા ત્રણ દિવસોથી કારોબારમાં ચાલી રહી તેજી પર રોક લાગી ગઇ છે. બીએસઇએ સેન્સેક્સ કારોબારની શરુઆતમાં જ 650 અંક તૂટી ગયો અને 58,275ના સ્તર પર ખૂલ્યો હતો. આ ગિરાવટ સતત ચાલી રહી છે એક કલાકમાં કારોબાર દરમિયાન સેન્સેક્સ 997 અંક થી વધારે તૂટીને 58 હજારના સ્તર પર નીચે આવી ગયો.
ADVERTISEMENT
શેર બજાર ખુલતાની સાથે જ કકડભૂસ
સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે શુક્રવારે શેર બજાર ખુલતાની સાથે જ કડાકો બોલાઇ ગયો. છેલ્લા ત્રણ દિવસોથી કારોબારમાં ચાલી રહી તેજી પર રોક લાગી ગઇ છે. બીએસઇએ સેન્સેક્સ કારોબારની શરુઆતમાં જ 650 અંક તૂટી ગયો અને 58,275ના સ્તકર પર ખૂલ્યો હતો. એનએસઇનો નિફ્ટી સૂચકઆંકે પણ 192 અંકના ઘટાડા સાથે 17,413ના સ્તર પર કારોબાર શરુ કર્યો. કારોબાર શરુ થવાની સાથે જ ઘટાડાનો સિલસિલો તેજ થઇ ગયો. જો કે સેન્સેક્સ 997 અંક તૂટીને 57,929 સ્તર પર આવી ગયો છે જ્યારે નિફ્ટી 294 અંકથી વધારે ઘટીને 17,311 સ્તર પર કારોબારી કરી રહ્યો છે.
ગુરુવારે શેરબજારમાં આવ્યો હતો ઉછાળો
આ પહેલા ગુરુવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની MPC બેઠકના પરિણામોની જાહેરાત બાદ શેરબજારમાં ઉછાળો આવ્યો હતો અને આ તેજીનો કારોબાર અંત સુધી યથાવત રહ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેર વાળો સેન્સેક્સ 460 પોઈન્ટના વધારા સાથે 58,926 પર બંધ થયો હતો. આ સાથે જ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ પણ 142 પોઈન્ટનો મજબૂત ઉછાળો લઈને 17,606ના સ્તરે બંધ થયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT