બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:38 PM, 4 October 2024
છેલ્લા થોડા દિવસથી શેર માર્કેટમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો કડાકો નોંધાતા રોકાણકારો મુશ્કેલીમાં મુકાયા છે. 30 સપ્ટેમ્બરે શેરબજાર ખુલ્યું ત્યારે રોકાણકારોએ કલ્પના પણ નહીં કરી હોય કે આ અઠવાડિયું તેમના માટે આપત્તિજનક સપ્તાહ સાબિત થશે. ગયા અઠવાડિયે શુક્રવારે શરૂ થયેલો ઘટાડો આજે એટલે કે આ સપ્તાહના શુક્રવાર સુધી ચાલુ રહ્યો હતો. ગયા સપ્તાહે શુક્રવારથી શરૂ થયેલો શેરબજારમાં ઘટાડાનો ટ્રેન્ડ આજે સતત 5માં દિવસે પણ ચાલુ રહ્યો હતો. શેરબજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે રોકાણકારોના લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
નિષ્ણાતોનું માનવું છે કે પશ્ચિમ એશિયામાં વધતા તણાવની સીધી અસર શેરબજાર પર જોવા મળી રહી છે. માર્કેટમાં 5 દિવસથી ચાલી રહેલા ઘટાડાથી શેરબજારના રોકાણકારોને 16.26 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ 5 દિવસના ઘટાડા પછી BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 16,26,691.48 કરોડ ઘટીને રૂ. 4,60,89,598.54 કરોડ થયું હતું.
આજે BSE સેન્સેક્સ 808.65 પોઈન્ટ ઘટીને 81,688.45 પોઈન્ટ પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી 50 પણ 200.25 પોઈન્ટ ઘટીને 25,049.85 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. તમને જણાવી દઈએ કે આ અઠવાડિયું ભારતીય બજાર માટે ઘણું ખરાબ રહ્યું. આ અઠવાડિયે સેન્સેક્સમાં કુલ 3883.40 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે બીજી તરફ આ સપ્તાહે નિફ્ટી 50માં કુલ 1129.10 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો.
ગયા અઠવાડિયે ગુરુવારે સેન્સેક્સ 666.25 પોઈન્ટના વધારા સાથે 85,836.12 પોઈન્ટની નવી વિક્રમી સપાટીએ 26,216.05 પોઈન્ટ અને નિફ્ટી 50 211.90 પોઈન્ટના વધારા સાથે 26,216.05 પોઈન્ટની નવી વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો. એટલે કે ગયા સપ્તાહે ગુરુવારથી અત્યાર સુધીમાં સેન્સેક્સમાં 4147.67 પોઈન્ટ્સ અને નિફ્ટીમાં 1166.20 પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે.
વધુ વાંચો : રોકાણકારો રૂપિયા તૈયાર રાખો! આવશે 25000 કરોડનો IPO, આ તારીખ નોટ કરી લેજો
આજે સેન્સેક્સ કંપનીઓમાં ભારતની અગ્રણી ઓટોમોબાઈલ કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં 3.58 ટકાનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. જોકે, શેરબજારમાં અરાજકતા સર્જનાર આ ઘટાડામાં ઈન્ફોસિસના શેરમાં સૌથી વધુ 1.33 ટકાનો વધારો નોંધાયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.