બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:38 PM, 6 August 2024
SmallCap Stocks: સ્મોલકેપ શેરોમાં જોરદાર ઉછાળાને કારણે સ્મોલકેપ ઇન્ડેક્સમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. એપ્રિલ 2023 થી BSE સ્મોલકેપ 250 માં એકતરફી વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ સેબીના રજિસ્ટર્ડ પોર્ટફોલિયો મેનેજરને તેમના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ સ્મોલકેપ કંપનીઓની સતત ફ્લેટ કમાણીને કારણે સ્મોલકેપ ઈન્ડેક્સમાં ઘટાડો થઈ શકે છે.
ADVERTISEMENT
સ્મોલ કેપ શેરોમાં જરૂર કરતાં વધુ રોકાણ ન કરો
કેપિટલમાઇન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડે ડિસેમ્બર 1, 2017 થી 11 જુલાઇ, 2024 વચ્ચેના સમયગાળા માટેના ડેટાનો અભ્યાસ કર્યો છે. કંપનીએ સ્મોલ કેપ્સમાં રોકાણ કરતા રોકાણકારો માટે એડવાઈઝરી જારી કરી છે. આ એડવાઈઝરીમાં કેપિટલમાઈન્ડ ફાઈનાન્સિયલે રોકાણકારોને સ્મોલ કેપ્સમાં વધુ પડતુ રોકાણ ટાળવાની સલાહ આપી છે. કેપિટલમાઇન્ડે તેની એડવાઈઝરીમાં રોકાણકારોને માત્ર સ્મોલ-કેપ શેરોમાં જ રોકાણ ન કરવા જણાવ્યું છે. સારી વ્યૂહરચના દ્વારા વિવેકપૂર્ણ વૈવિધ્યકરણ એક બહેતર પોર્ટફોલિયો બનાવવામાં મદદ કરશે જે કોઈપણ તોફાનનો સામનો કરી શકે છે અને લાંબા ગાળા માટે રોકાણ કરવાનું વધુ સારું રહેશે.
ADVERTISEMENT
સ્મોલ કેપ સ્ટોકમાં વધુ ઉતાર ચઢાવ
કેપિટલમાઇન્ડના મતે જ્યારે પણ બજારમાં ઘટાડો જોવા મળે છે, ત્યારે લાર્જ કેપ શેરોની સરખામણીમાં સ્મોલ કેપ શેરોમાં મહત્તમ વધઘટ જોવા મળશે. તેમણે કહ્યું, બજાર એક ચક્રની જેમ ફરે છે, તેથી તમારા પોર્ટફોલિયોને પૂરતો સમય આપવાની જરૂર છે. ખરાબ સમયમાં ટકી રહેવું જોઈએ જેથી સારા દિવસો આવે ત્યારે સારું વળતર મળી શકે.
સારા શેરોની પસંદગી કરવી મહત્વપૂર્ણ
કેપિટલમાઈન્ડે તેની એડવાઈઝરીમાં જણાવ્યું હતું કે, લાર્જકેપ્સ સિવાય સારા શેરો ખરીદવા પણ મહત્વપૂર્ણ છે. માત્ર ઈન્ડેક્સ ખરીદવાથી કામ નહીં ચાલે. આ જ કારણ છે કે મ્યુચ્યુઅલ ફંડ્સમાં, સ્મોલ કેપ ફંડ્સ કે જે ખૂબ જ સક્રિય રીતે સંચાલિત થાય છે તે ઇન્ડેક્સ કરતાં વધુ સારું પ્રદર્શન કરી રહ્યા છે. જ્યારે સક્રિય લાર્જકેપ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડેક્સની જેમ આગળ વધે છે.
રોકાણકારોએ કરે પોર્ટફોલિયો તૈયાર
કેપિટલમાઈન્ડે તેની એડવાઈઝરીમાં રોકાણકારોને જણાવ્યું હતું કે, અમે માનીએ છીએ કે વૈવિધ્યસભર પોર્ટફોલિયો લાંબા ગાળાના રોકાણ માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે, ખાસ કરીને સ્મોલ કેપ્સના કિસ્સામાં. તેથી મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણ કરવું અથવા 20 સ્મોલ કેપ શેરોનો પોર્ટફોલિયો તૈયાર કરવો વધુ સારું રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT