બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Budget 2024 / Budget / શેરબજારના રોકાણકારોને વધુ એક ઝટકો, હવે શેરહોલ્ડર્સને આ કમાણી પર લાગશે ટેક્સ

બજેટ 2024 / શેરબજારના રોકાણકારોને વધુ એક ઝટકો, હવે શેરહોલ્ડર્સને આ કમાણી પર લાગશે ટેક્સ

Last Updated: 09:20 PM, 23 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા બજેટ દરમિયાન શેર બાયબેકથી થતી કમાણીમાં આ ફેરફારના કારણે રોકાણકારોને મોટો ઝટકો લાગ્યો છે. આ બાબતે નાણાકીય નિષ્ણાંતોએ સરકારના આ નિર્ણયને રોકાણકારો પર બોજારૂપ ગણાવ્યો હતો.

મંગળવારે નિર્મલા સિતારમણે સંસદમાં 7મી વાર બજેટ રજૂ કર્યું હતું. જેમાં સ્ટોક માર્કેટ બાબતે મહત્વના નિર્ણય કરવામાં આવ્યા હતા. જેમાં નાણામંત્રી નિર્મલા સિતારમણે જણાવ્યુ હતુ કે 1 ઓક્ટોબરથી શેર ફરી ખરીદવા પર એટલે કે બાયબેક પર શેરધારકોને મળવાપાત્ર ડિવિડન્ડ સમાન ટેક્સ લગાવવામાં આવશે.

શું થશે અસર?

સરકારના આ પગલાને કારણે રોકાણકારોમાં ભારે મુશ્કેલી સર્જાઇ શકે છે. ઉપરાંત આ શેરને મેળવવા માટે શેરધારકો જે રકમ ભરશે તેને પૂંજીગત લાભમાં જોડવામાં આવશે. આ બાબતે નિર્મલા સીતારમણે બજેટ દરમિયાન જણાવ્યુ હતુ કે ઇક્વિટી માટે પ્રાપ્તકર્તાના આધારે શેરના બાયબેકથી થયેલ આવક પર ટેક્સ લગાવવાનો પ્રસ્તાવ મુકુ છું.

શું કહે છે એક્સપર્ટ?

નિષ્ણાંતોનું કહેવું છે કે સરકારના આ પગલાને કારણે રોકાણકારો પર વધારાનો ભાર પડી શકે છે. આ સિવાય સ્ટોકના બાયબેક પર ઘટાડો આવી શકે છે. ઉપરાંત નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ડિવિડન્ડના રૂપમાં બાયબેક પર ટેક્સ લાદવાથી રોકાણકારો પર ટેક્સનો બોજ વધી શકે છે. અત્યાર સુધી તેના પર 20 ટકા ટેક્સ લાગતો હતો, પરંતુ સુધારા બાદ ઉચ્ચ ટેક્સ બ્રેકેટમાં કરદાતાઓએ વધુ ટેક્સ ચૂકવવો પડશે. તેમણે કહ્યું કે કંપનીઓ હવે તેનો ઉપયોગ માત્ર ત્યારે જ કરશે જ્યાં તેઓને મૂડી ઘટાડવાની જરૂર જણાય છે અને નફાના વિતરણ માટે નહીં.

વધું વાંચોઃ NEET UG પરીક્ષા ફરીવાર નહીં યોજાય, સુપ્રીમ કોર્ટનો આદેશ, કહ્યું 'પુરાવા પૂરતા નથી

વધારે એક નિષ્ણાંતે જણાવ્યુ હતુ કે આગળ જતાં બાયબેકમાં ઘટાડો થઇ શકે છે અને કંપનીઓ તેના બદલે મૂડીખર્ચ માટે સરપ્લસ ફંડ ફાળવવાનું પસંદ કરી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Budget 2024 Nirmala Sitaraman Buyback
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ