બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:58 PM, 21 March 2025
ભારતીય શેરબજારો આજે સતત પાંચમા દિવસે લીલા નિશાનમાં બંધ થયા. સપ્તાહના છેલ્લા દિવસે શેરબજારમાં ફરી એકવાર સારી રિકવરી જોવા મળી. શુક્રવારે, BSE સેન્સેક્સ 557.45 પોઈન્ટ (0.73%) વધીને 76,905.51 પર બંધ થયો. જ્યારે NSEનો નિફ્ટી 50 ઇન્ડેક્સ 159.75 પોઈન્ટ (0.69%) વધીને 23,350.40 પોઈન્ટ પર બંધ થયો.
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે આજે બજાર ઘટાડા સાથે લાલ નિશાન પર ટ્રેડિંગ શરૂ કર્યું હતું. પરંતુ થોડા સમય પછી, જ્યારે ખરીદીનું વર્ચસ્વ વધ્યું, ત્યારે તે ગ્રીન ઝોનમાં આવી ગયું. ગુરુવારે, BSE સેન્સેક્સ 899.01 પોઈન્ટના વધારા સાથે 23,190.65 પોઈન્ટ પર અને નિફ્ટી 283.05 પોઈન્ટના વધારા સાથે 23,190.65 પોઈન્ટ પર બંધ થયો હતો.
આ પણ વાંચોઃ સોનામાં આજે ફરી તેજી, ચાંદીમાં પણ ઉછાળો, ખરીદતા પહેલા જાણો આજના લેટેસ્ટ રેટ
ADVERTISEMENT
વૈશ્વિક સંકેતો નબળા રહ્યા
આજે સ્થાનિક શેરબજાર માટે વૈશ્વિક સંકેતો નબળા રહ્યા છે . આજના કારોબારમાં મુખ્ય એશિયન બજારોમાં વેચવાલી જોવા મળી. ગુરુવારે શરૂઆતમાં અમેરિકન બજારો પણ નબળા બંધ થયા હતા. ફુગાવાના ભય અને ટેરિફ અંગે ચાલી રહેલી અનિશ્ચિતતાને કારણે યુએસ બજારો નબળા પડ્યા. ગુરુવારે, ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ 11 પોઇન્ટ ઘટીને 41,953.32 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટમાં ૫૯ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો અને તે ૧૭,૬૯૧.૬૩ પર બંધ થયો. જ્યારે S&P 500 ઇન્ડેક્સ લગભગ 12 પોઈન્ટ નબળો પડીને 5,662.89 પર બંધ થયો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
તમારા કામનું / શું તમારો પણ CIBIL સ્કોર ઘટી ગયો છે?, તો ટેન્શન છોડો, બસ અપનાવો આ 6 ટિપ્સ
Priykant Shrimali
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.