બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ભારે વેચવાલી, સેન્સેક્સ-નિફ્ટી ઘટાડા સાથે બંધ

બિઝનેસ / મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ભારે વેચવાલી, સેન્સેક્સ-નિફ્ટી ઘટાડા સાથે બંધ

Last Updated: 05:11 PM, 19 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sensex-Nifty Closing Bell: 30 શેર ધરાવતો બીએસઇ સેન્સેક્સ ગુરુવારે 82.79 પોઈન્ટ ઘટીને 81,361.87 પોઈન્ટ પર બંધ થયો.

Sensex-Nifty Closing Bell: 30 શેર ધરાવતો બીએસઇ સેન્સેક્સ ગુરુવારે 82.79 પોઈન્ટ ઘટીને 81,361.87 પોઈન્ટ પર બંધ થયો. જ્યારે એનએસઇ નિફ્ટી 18.80 પોઈન્ટ ઘટીને 24,793.25 પોઈન્ટ પર બંધ થયો.

વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે શેરબજારમાં થોડો ઘટાડો નોંધાયો. બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં બંધ થયા. 30 શેર ધરાવતો બીએસઇ સેન્સેક્સ 82.79 પોઈન્ટ ઘટીને 81,361.87 પોઈન્ટ પર બંધ થયો. જ્યારે એનએસઇ નિફ્ટી 18.80 પોઈન્ટ ઘટીને 24,793.25 પોઈન્ટ પર બંધ થયો.

આજના ટ્રેડિંગ દરમિયાન એમએડએમ, ટાઇટન કંપની, કોટક મહિન્દ્રા બેંક, એલએન્ડટી, ભારતી એરટેલના શેર સેન્સેક્સમાં સૌથી વધુ વધનારા શેરોની યાદીમાં સામેલ હતા. જ્યારે અદાણી પોર્ટ્સ, બજાજ ફાઇનાન્સ, ઇન્ડસઇન્ડ બેંક, ટેક મહિન્દ્રા અને નેસ્લેના શેર ટોચના ઘટાડાવાળા શેરોની યાદીમાં સામેલ હતા.

બીએસઇ મિડકેપ અને સ્મોલકેપમાં 1.5 ટકાનો ઘટાડો થયો.

ઓટો સિવાયના તમામ ક્ષેત્રોમાં ઘટાડો જોવા મળ્યો.

આઇટી, મીડિયા, મેટલ, ઓઇલ અને ગેસ અને પીએસયૂ બેંકમાં 1 ટકાનો ઘટાડો થયો.

Vtv App Promotion 2

ફેડના ચેરમેન જેરોમ પોવેલે ચેતવણી આપી હતી કે ઉનાળા દરમિયાન કોમોડિટી ફુગાવો વધી શકે છે, જે આંશિક રીતે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વેપાર પગલાંથી ટેરિફને કારણે પ્રભાવિત થયો હતો. દરમિયાન, વધતા જતા ભૂરાજકીય જોખમોની ચિંતા વૈશ્વિક રોકાણકારોના સેન્ટિમેન્ટને અસર કરતી રહી.

આ પણ વાંચોઃ IPO Alert / રોકાણકારો રૂપિયા તૈયાર રાખજો, ₹26000Cr માટે 8 IPO આપશે દસ્તક, જોઈ લો લિસ્ટ

ઓપનિંગ બજાર

ટ્રેડિંગ સપ્તાહના ચોથા દિવસે શેરબજાર ફ્લેટ ખુલ્યું. બીએસઇ પર સેન્સેક્સ 148 પોઈન્ટના ઘટાડા સાથે 81,296.39 પર ખુલ્યો. જ્યારે એનએસઇ પર નિફ્ટી 0.16 ટકાના વધારા સાથે 24,772.55 પર ખુલ્યો હતો.

(DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Stock Market Sensex Nifty
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ