બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:55 PM, 13 January 2025
પ્રયાગરાજમાં 45 દિવસો સુધી ચાલતા મહાકુંભ મેળો આજથી શરૂ થઈ ગયો છે. આ દરમિયાન સંગમ તટ પર લગભગ 40 કરોડની સંખ્યામાં લોકો સ્નાન કરશે. આ દરમિયાન સેન્સેક્સમાં પણ ઘટાડો આવી શકે છે. આ ખૂબ જ રસપ્રદ છે કે ગત 20 વર્ષોમાં જેટલી વાર કુંભના મેળાનું આયોજન થયું છે, તે દરમિયાન શેર બજરની પણ હાલત ખરાબ થઈ જાય છે. એક્સપર્ટસનું કહેવું છે કે ગત બે દશકાઓમાં કુંભના મેળા દરમિયાન સેન્સેક્સે પણ પોઝિટિવ રિટર્ન નથી આપ્યું.
ADVERTISEMENT
20 વર્ષોથી એક ટ્રેન્ડ છે ચાલુ
ADVERTISEMENT
આ 20 વર્ષોમાં 6 વાર કુંભના મેળાનું આયોજન થયું અને દર વખતે શરૂઆતથી લઈને અંત સુધી સેન્સેક્સમાં નેગેટિવ રિટર્ન જોવા મળ્યું. કુંભ મેળો લગભગ 52 દિવસો સુધી ચાલે છે આ દરમિયાન સેન્સેક્સમાં સરેરાશ 3.42 ટકાનો ઘટાડો નોંધાયો છે. SAMCO સિક્યોરિટીના અપૂર્વ શેઠના વિશ્લેષણ અનુસાર, ગત 20 વર્ષોમાં છ વાર કુંભના મેળા દરમિયાન સેન્સેક્સે દરેક વખતે નેગેટિવ રિટર્ન આપ્યું છે.
દર વખતે શેર માર્કેટમાં ઘટાડો
દાખલા તરીકે વર્ષ 2021માં 1 એપ્રિલથી 19 એપ્રિલ સુધી કુંભના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. 18 દિવસો દરમિયાન સેન્સેક્સમાં 4.16 ટકા ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સમાં સૌથી મોટો ઘટાડો 2015 માં થયેલા કુંભના મેળા દરમિયાન જોવા મળ્યો હતો. 14 જુલાઇથી 28 સપ્ટેમ્બર સુધી આયોજિત આ મેળામાં 8.29 ટકા સુધી ઘટાડો જોવા મળ્યો હતો.
કુંભના મેળા બાદ શેર માર્કેટમાં આવે છે ઉછાળ
આ બ્રોકરેજ ફર્મે પોતાની નોટમાં કહ્યું, જ્યારે બજાર તેજી સાથે આગળ વધતું હોય તો ઘણી વાર વધારે અને જલ્દી પ્રોફિટના ચક્કરમાં લોકો પોતાના શેરોને વેચવામાં ઉતાવળ કરવા લાગે છે. આ દરમિયાન ભૂલો કરવાની શક્યતા ઘણી હોય છે. આની ખબર ત્યાં સુધી નથી પડતી જ્યાં સુધી શેર માર્કેટમાં કોઈ સુધાર કે ઘટાડો ન આવે.
ફર્મે વધુમાં કહ્યું, કુંભ દરમિયાન સેન્સેક્સનું પરફોર્મન્સ ભલે સારું ન હોય, પરંતુ આ પૂરો થયા બાદ માર્કેટમાં ઉછાળ આવે છે. કુંભ પૂરો થયાના છ મહિના બાદ સેન્સેક્સએ છ માંથી પાંચ મામલામાં પોઝિટિવ રિટર્ન આપ્યું છે, જેમાં સરેરાશ 8% સુધીનો વધારો જોવા મળ્યો છે.
વધુ વાંચો: મારી નાખ્યા! શેર બજારમાં ફરી ભયંકર તબાહી, સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો કાપ, 12,00, 000 કરોડ ઉડ્યા
શું છે કારણ?
અપૂર્વ આગળ કહે છે, કુંભ દરમિયાન આ પેટર્નના ઘણા કારણો હોઈ શકે છે જેમ કે આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો એક જગ્યાએથી ઘણા દિવસો માટે બીજી જગ્યાએ શિફ્ટ થાય છે. કેટલીક વસ્તુઓનો વપરાશ વધે છે, જ્યારે ઘણી વસ્તુઓનો વપરાશ ઘટે છે. અમુક સેક્ટર્સ એવા છે જ્યાં આર્થિક ગતિવિધિઓ અસ્થાયી રૂપથી વધી જાય છે, ત્યારે ઘણા સેક્ટરોમાં હલચલ ખૂબ ઘટી જાય છે. આ અસ્થાયી પેટર્ન કદાચ માર્કેટમાં ઘટાડા માટે જવાબદાર હોઈ શકે છે કારણ કે આ અનિશ્ચિતતાથી ઈન્વેસ્ટર્સ પણ જોખમના ડરથી પ્રભાવિત થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.