બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:07 PM, 10 January 2025
માર્કેટમાં વેચવાલીનું દબાણ ચાલુ છે. બજાર સતત ત્રીજા દિવસે ઘટાડા સાથે બંધ થયું. આઇટી સિવાયના તમામ સેક્ટર ઇન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ લગભગ 1.5% સુધી ઘટીને બંધ થયા છે.
ADVERTISEMENT
રિયલ્ટી, ફાર્મા, પીએસઈ શેર્સમાં વેચવાલી જોવા મળી હતી જ્યારે એનર્જી, મેટલ, ઓટો ઈન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયા હતા. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 241.30 પોઈન્ટ્સ અથવા 0.31 ટકાના ઘટાડા સાથે 77,378.91 પર બંધ થયો હતો. નિફ્ટી 95.00 પોઈન્ટ અથવા 0.4 ટકાના ઘટાડા સાથે 23,431.50 ના સ્તર પર બંધ થયો.
ટીસીએસ, ટેક મહિન્દ્રા, વિપ્રો, ઇન્ફોસીસ, એચસીએલ ટેક્નોલોજીસ નિફ્ટીમાં ટોપ ગેઇનર્સ હતા. જ્યારે શ્રીરામ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેંક, અદાણી એન્ટરપ્રાઈઝ, NTPC અને ભારત ઈલેક્ટ્રોનિક્સ નિફ્ટીમાં ટોપ લુઝર હતા.બીએસઈના મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ 2 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે. આઈટી સિવાય તમામ સેક્ટર ઈન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા છે. PSU બેન્ક, પાવર, રિયલ્ટી, હેલ્થકેર, PSU બેન્ક ઇન્ડેક્સ 2 ટકા સુધી તૂટ્યા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ
શેરબજાર છોડો સરકારની આ સ્કીમમાં કરો રોકાણ, 100 રૂપિયાની બચતથી એકઠું થશે લાખોનું ફંડ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.