બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ભારત / સેન્સેક્સ 75 હજારને પાર તો નિફ્ટી પણ ઓલ ટાઇમ હાઇ, ચૂંટણીના માહોલ વચ્ચે શેર બજારે સર્જ્યો ઇતિહાસ
Last Updated: 10:35 AM, 24 May 2024
શેરબજારને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, શેરબજારે સતત બીજા દિવસે ઈતિહાસ રચ્યો છે. નિફ્ટી અને સેન્સેક્સ સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે. નિફ્ટીએ પહેલીવાર 23000ને પાર કર્યો જ્યારે બજારની શરૂઆતની 15 મિનિટમાં જ સેન્સેક્સ 75,558ની નવી ટોચે પહોંચ્યો. આમાં બજાજ ફાઇનાન્સ, એલ એન્ડ ટી, ટાટા સ્ટીલ, સ્ટેટ બેંક, વિપ્રો, એચડીએફસી બેંક, બજાજ ફિનસર્વ, અલ્ટ્રાટેકનો મોટો ફાળો છે.
ADVERTISEMENT
આજે શુકવારે શેરબજાર લાલ નિશાનમાં ખુલ્યું હતું. સેન્સેક્સ 82.59 પોઈન્ટ ઘટીને 75,335.45ના સ્તરે અને નિફ્ટી 36.90 પોઈન્ટની નબળાઈ સાથે 22930 પર ખુલ્યો હતો. જોકે આ ઘટાડો લાંબો સમય ટકી શક્યો નહીં અને નિફ્ટીએ ઈતિહાસ રચીને 23 હજારની સપાટી વટાવી દીધી. વાત જાણે એમ છે કે, ગુરુવારે એટલે કે ગઈકાલે શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 1200 પોઈન્ટથી વધુ વધીને 75400ને પાર કરી ગયો હતો જ્યારે નિફ્ટી 22993 સુધી પહોંચી ગયો હતો.
Sensex hits all-time peak of 75,525.48 in early trade; Nifty up 15.45 points to 22,983.10
— Press Trust of India (@PTI_News) May 24, 2024
ADVERTISEMENT
રેકોર્ડ બાદ માર્કેટમાં પ્રોફિટ બુકિંગનું દબાણ વધી રહ્યું છે. નિફ્ટી 50માં લગભગ એક તૃતીયાંશ કંપનીઓ ગ્રીન ઝોનમાં છે, જેમાં હિન્દાલ્કો અને એલએન્ડટી જેવી કંપનીઓ તેજીમાં છે. જ્યારે મિડકેપ સેગમેન્ટમાં વોડા આઈડિયાના શેરમાં સૌથી વધુ 6 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. આ સિવાય બોયકનનો સ્ટોક પણ વધી રહ્યો છે. જ્યારે સ્મોલ કેપ કેટેગરીમાં BDLના શેરમાં સૌથી વધુ 12 ટકાનો વધારો થયો છે. દરમિયાન શુક્રવારે અદાણી ગ્રુપના શેર લાલ નિશાનમાં જોવા મળી રહ્યા છે.
BSE સેન્સેક્સના 22 શેરમાં ઘટાડો તો 54 શેર અપર સર્કિટ પર લાગ્યા
BSE સેન્સેક્સના ટોચના 30 શેરોમાંથી માત્ર 8 શેરમાં વધારો જોવા મળી રહ્યો છે જ્યારે 22 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સૌથી મોટો ઘટાડો TCSના શેરમાં થયો છે. તે લગભગ 1 ટકા ઘટીને 3857 રૂપિયા પર આવી ગયો છે. L&Tના શેરમાં સૌથી વધુ 1.20 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે, જે 3629 રૂપિયા પ્રતિ શેર પર ટ્રેડ કરી રહ્યો છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે NSE પર કુલ 2,412 શેર્સ ટ્રેડ થઈ રહ્યાં છે, જેમાંથી 1,109 શેર વધીને ટ્રેડ થઈ રહ્યાં છે. જ્યારે 1,202 શેર ઘટયા છે. જ્યારે 101 શેરમાં કોઈ ફેરફાર થયો નથી. 83 શેર 52 સપ્તાહના ઉચ્ચ સ્તરે પહોંચ્યા છે જ્યારે 13 શેર 52 સપ્તાહના નીચલા સ્તરને સ્પર્શ્યા છે. આ સિવાય 54 શેર અપર સર્કિટ અને 40 શેર લોઅર સર્કિટને સ્પર્શ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.