બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / સ્ટોક માર્કેટ ઉંધા માથે પટકાયું! સેન્સેક્સમાં 1769 પોઈન્ટ તો નિફ્ટીમાં 547 પોઈન્ટનો કડાકો
Last Updated: 04:34 PM, 3 October 2024
2 ઑક્ટોબરે ગાંધી જયંતીની રજા પછી આજે ગુરુવારે ખુલેલા શેરબજારમાં જબરજસ્ત ઘટાડો નોંધાયો છે. આજે BSE સેન્સેક્સ 1769.19 અંકના ઘટાડા સાથે 82,497.10 અંક પર બંધ થયો, જ્યારે નિફ્ટી 50 પણ 546.80 અંકના ઘટાડા સાથે 25,250.10 અંક પર બંધ થયો. આ ભયંકર ઘટાડા પછી ભારતીય બજાર પોતાના રેકોર્ડ હાઈથી ઘણું નીચે આવી ગયું છે. ગુરુવારે સેન્સેક્સની 30માંથી 28 કંપનીઓના શેર લાલ નિશાનમાં અને માત્ર 1 કંપનીનો શેર લીલા નિશાનમાં બંધ થયો. તે જ રીતે, નિફ્ટી 50ની 50માંથી 48 કંપનીઓના શેર લાલ નિશાનમાં અને ફક્ત 2 કંપનીઓના શેર લીલા નિશાનમાં બંધ થયા.
ADVERTISEMENT
આ અઠવાડિયે શેરબજારમાં હાવી રહ્યો ઘટાડો
આ અઠવાડિયે ભારતીય બજારમાં ઘટાડો હાવી રહ્યો. સોમવારે BSE સેન્સેક્સ 1272.07 અંકના ઘટાડા સાથે 84,299.78 અંક પર બંધ થયો હતો તો બીજી તરફ નિફ્ટી 50 પણ 368.10 અંકના નુકસાન સાથે 25,810.85 અંક પર બંધ થયો હતો. જેના બીજા દિવસે એટલે મંગળવારે બજાર ઘણું ફ્લેટ રહ્યું અને સેન્સેક્સ 33.49 અંકના ઘટાડા સાથે 84,266.29 અંક પર અને નિફ્ટી 13.95 અંકના ઘટાડા સાથે 25,796.90 અંક પર બંધ થયો હતો. બુધવારે ગાંધી જયંતીની ઉજવણીના કારણે બજાર બંધ રહ્યા હતા અને જ્યારે આજે ગુરુવારે બજાર ખુલ્યું ત્યારે ખળભળાટ મચી ગયો.
ADVERTISEMENT
મહત્વનું છે કે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધની સ્થિતિને કારણે સમગ્ર વિશ્વના શેરબજારોમાં ગભરાટનો માહોલ છે અને તેની સ્પષ્ટ અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી હતી. ઈરાનના મિસાઈલ હુમલાના જવાબમાં ઈઝરાયલ પણ બદલો લેવા તૈયાર જણાય છે અને આ તણાવ શેરબજારમાં અરાજકતા પેદા કરી રહ્યો છે.
આ પણ વાંચોઃ તહેવાર ટાણે રાહતની આશા! દવા, ટ્રેક્ટર, વીમા સહિત આ વસ્તુઓ થશે સસ્તી, ઘટી શકે GST
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.