બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / બિઝનેસ / stock market crash amid corona cases rise sensexfall more than 600 points

બિઝનેસ / શેરબજારમાં મંદીનું મોજું! કોરોના વિસ્ફોટની માર્કેટ પર માઠી અસર, સેન્સેક્સ 635 પોઇન્ટ ગગડ્યો

Vaidehi

Last Updated: 08:12 PM, 21 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીન સહિત અન્ય દેશોમાં કોરોના ફાટી નિકળવાને કારણે શેર બજારમાં પણ ઘટાડો વધી રહ્યો છે. દિવસભરનાં કારોબારના અંતમાં બજારનાં બંને ઇન્ડેક્સ sensex અને niftyનાં ભાવ ટૂટ્યાં છે. આ દરમિયાન sensex 600 આંકથી નીચે પડ્યું છે.

  • ચીનમાં કોરોનાનાં કેસની અસર ભારત પર થઇ 
  • સ્ટોક માર્કેટમાં થયો ભારે ઘટાડો
  • Sensex આશરે 600 આંકથી નીચે 

દુનિયાભરમાં કોરોનાનાં કેસો એકાએક વધી રહયાં છે જેની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે. સપ્તાહનાં ત્રીજા કારોબારી દિવસ સ્ટોક માર્કેટ લીલી ઝંડી સાથે શરૂ થયું પરંતુ આ તેજી વધુ સમય સુધી ન રહી. જેમ-જેમ ચીન સહિત અન્ય દેશોમાં કોરોના બેકાબૂ બનવાની માહિતી આવી તેમ-તેમ આંક નીચ થતો ગયો અને અંતમાં બજારનાં બંને ઇન્ડેક્સનાં આંક ખરાબરીતે નીચે ઊતર્યાં છે.

કોરોનાનાં ડરથી તેજી ગાયબ
stock market બુધવારે લીલી ઝંડીથી શરૂ થયું હતું. સેન્સેક્સ લગભગ 290 અંકોની તેજીની સાથે 61992નાં લેવલ પર જ્યારે નિફ્ટી 50 અંકોની તેજી સાથે 18435 પર ખુલ્યું હતું. આ સાથે જ બેન્ક નિફ્ટીમાં 166 અંકોની તેજીની સાથે 43525 પર કારોબારની શરૂઆત કરી હતી. પરંતુ દુનિયામાં કોરોનાનાંકેસો વધવાની અસર રોકાણકારોનાં સેન્ટિમેન્ટ પર પડી અને શેર બજારમાં ઘટાડો શરૂ થઇ ગયો.

ઇનડેક્સમાં આટલો થયો ઘટાડો
કારોબાર પૂરો થતાં સેંસે્કસ 635.05 અંક કે 1.03% ઘટી 61,067નાં સ્તર  પર બંધ થયું. તો એનએસઇનાં નિફ્ટીમાં પણ જોરદાર ઘટાડો થયો છે. તે 179.70 અંકો કે 0.98% ઘટીને 18,205.60નાં સ્તર પર બંધ થયું.

સેન્સેક્સનાં 24 શેર લાલ નિશાના પર બંધ
બોમ્બે સ્ટોક એક્સચેન્જ કે ઇન્ડેક્સ સેન્સેક્સનાં 30માંથી 24 શેર લાલ નિશાના પર બંધ થયાં જ્યારે 6માં વધારો જોવા મળ્યો હતો. તેમાં સનફાર્મા, HCLtech,TECHM, TCS, Infosys, Wipro સમાવિષ્ટ છે. જ્યારે INDUSINDBK,MARUTI, TATAMOTORS, AXIS BANK, BAJFINANCE, SBIનાં નામ ટોપ લૂઝર્સમાં શામેલ છે.

નિવેશકોનાં 4 લાખ કરોડથી વધુનું થયું નુક્સાન
STOCK MARKETમાં થયેલા ભારે ઘટાડા બાદ ઇન્વેસ્ટર્સનાં આશરે 4 લાખ કરોડથી વધારે રૂપિયા ડૂબી ગયાં છે. છેલ્લા કારોબારી સત્ર મંગળવારે શેર બજાર બંધ થવા સુધી BSE માં લિસ્ટેજ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન 2,87,39,958.09 કરોડ રૂપિયા હતો જે બુધવારે 2,82,86,161.92 કરોડ રૂપિયામાં બંધ થયું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ