બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / વેચો વેચો! શેર બજાર સતત ક્રેશ! આ 5 કારણોથી રોકાણકારોને મોટું નુકસાન

બિઝનેસ / વેચો વેચો! શેર બજાર સતત ક્રેશ! આ 5 કારણોથી રોકાણકારોને મોટું નુકસાન

Last Updated: 04:46 PM, 14 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સેન્સેક્સ અને નિફ્ટી તેમના રેકોર્ડ હાઈથી 10-10 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે

Stock Market Crashed: શેરબજારમાં સતત છઠ્ઠા ટ્રેડિંગ દિવસે ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી તેમના રેકોર્ડ હાઈથી 10-10 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, સપ્ટેમ્બર મહિનામાં બજાર રેકોર્ડ હાઈ પર હતું.

આજે સવારે શેરબજારમાં ઘટાડાને કારણે થોડો સમય બ્રેક રહ્યો હતો. પરંતુ શેરબજાર તે બઢત જાળવી રાખવામાં સફળ રહ્યું ન હતું. વૈશ્વિક વલણો, ડૉલર ઇન્ડેક્સમાં વધારો, રૂપિયો નબળો પડવા અને વિદેશી રોકાણકારોની ઉપાડના દબાણમાં આજે શેરબજાર ફરી તૂટ્યું હતું. સેન્સેક્સ 266 પોઈન્ટ ઘટીને 77,424.81 ના દિવસની નીચી સપાટીએ પહોંચ્યો હતો.નિફ્ટી 116.25 પોઇન્ટ ઘટીને 23,486.10 પર આવી ગયો છે.

સેન્સેક્સ અને નિફ્ટી તેમના રેકોર્ડ ઉચ્ચ સ્તરેથી 10 ટકા ઘટ્યા છે. માત્ર 6 ટ્રેડિંગ દિવસોમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં 4 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. શેરબજારમાં આવેલા આ મોટા ઘટાડાનું કારણ વિગતવાર સમજીએ.

sher-market

સ્થાનિક શેરબજારોમાં ઘટાડા માટે 5 મોટા કારણો

ડોલર સામે રૂપિયો નબળો પડી રહ્યો છે

ડોલર સામે રૂપિયાની સ્થિતિ સારી નથી. બુધવારે 1 ડૉલરની કિંમત 84.40 રૂપિયા થઈ ગઈ હતી. એસબીઆઈના રિપોર્ટ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પના વ્હાઇટ હાઉસમાં પરત ફરવાના કારણે ડોલર સામે રૂપિયો વધુ નબળો પડી શકે છે. જેના કારણે કિંમતમાં 8 થી 10 ટકાનો ઘટાડો થઈ શકે છે.

ડોલરમાં વધારો

ડોનાલ્ડ ટ્રમ્પની વાપસી બાદ ડોલર ઈન્ડેક્સમાં વધારો જોવા મળ્યો છે. નવેમ્બર મહિનામાં આ ઇન્ડેક્સમાં 1.8 ટકાનો વધારો જોવા મળ્યો છે. તે જુલાઈ પછી રૂ. 105.98ના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો. ડૉલર ઇન્ડેક્સમાં વધારો અને યુએસ 10 ઇયર બોન્ડ યીલ્ડ 4.42 ટકા સુધી પહોંચવાથી એક નવું ટેન્શન સર્જાયું છે. જેના કારણે પૈસાનો પ્રવાહ ઉભરતા બજારમાંથી અમેરિકન માર્કેટમાં આવ્યો છે.

વિદેશી રોકાણકારોનું સતત ઉપાડ

વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ સ્થાનિક શેરબજારને સૌથી વધુ ટેન્શન આપ્યું છે. મંગળવાર સુધી સતત 32મા ટ્રેડિંગ દિવસે વિદેશી રોકાણકારોએ સ્થાનિક બજારમાંથી નાણાં પાછા ખેંચી લીધા છે. જેના કારણે રૂ. 364.35 કરોડનો ઉપાડ થયો હતો. નવેમ્બર 2024માં FII દ્વારા અત્યાર સુધીમાં 21,911 કરોડ રૂપિયા પાછા ખેંચવામાં આવ્યા છે. અગાઉ ઓક્ટોબર મહિનામાં 1.14 લાખ કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા.

Website_Ad_1_1200_1200.width-800

વ્યાજદરમાં ઘટાડો કરવામાં વિલંબ

યુએસ ફેડરલ રિઝર્વે સતત બીજી વખત વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. પરંતુ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી વ્યાજ દરમાં ઘટાડો કરવાના કોઈ સંકેત મળ્યા નથી. ઑક્ટોબર મહિનામાં છૂટક અને જથ્થાબંધ ફુગાવાના આંકડા સેન્ટ્રલ બેંકનું ટેન્શન વધારી શકે છે. તમને જણાવી દઈએ કે ઑક્ટોબર મહિનામાં રિટેલ મોંઘવારી દર 14 મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો હતો અને રિટેલ મોંઘવારી દર 4 મહિનામાં સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયો હતો.

આ પણ વાંચોઃ લગ્ન ગાળાની સીઝન ટાણે જ સોનું થયું સસ્તું, ચાંદીની ચમક પણ ફિક્કી પડી

નબળા ત્રિમાસિક પરિણામો

સપ્ટેમ્બર ક્વાર્ટર કંપનીઓ માટે બહુ શાનદાર રહ્યું નથી. જેની અસર શેરબજાર પર પણ પડી રહી છે. બ્રોકરેજ હાઉસ જેફરીઝના પ્રોજેક્સન અનુસાર આ નાણાકીય વર્ષમાં 121 કંપનીઓની કમાણી 63 ટકા ઘટશે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Share market Stock Crash Stock Market Update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ