બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:07 PM, 15 October 2024
કારોબારી સપ્તાહના બીજા દિવસે શેરબજાર લાલ નિશાનમાં બંધ થયું છે. BSE પર સેન્સેક્સ 135 પોઈન્ટના ઘટાડા સાથે 81,837.76 પર બંધ રહ્યો હતો તો NSE પર નિફ્ટી 0.24 ટકાના ઘટાડા સાથે 25,066.75 પર બંધ થયો. લગભગ 1967 શેર વધ્યા, 1808 શેર ઘટ્યા અને 106 શેરમાં કોઈ ફેરફાર થયો ન હતો.
ADVERTISEMENT
મંગળવારે સેન્સેક્સ અને નિફ્ટીએ આરઆઇએલ, બજાજ ફાઇનાન્સ, એમએન્ડએમના દબાણ હેઠળ પ્રારંભિક લાભ ગુમાવ્યો અને નકારાત્મક વેપાર કર્યો. આ ઉપરાંત વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાને કારણે ઓઈલ રિફાઈનિંગ અને પેઇન્ટ સ્ટોકને ટેકો મળ્યો હતો.
કયા શેર વધ્યા કયા ઘટ્યા ?
ADVERTISEMENT
આજના ટ્રેડિંગ દરમિયાન, ICICI બેંક, ભારતી એરટેલ, BPCL, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ અને ભારત ઇલેક્ટ્રોનિક્સના શેર નિફ્ટીમાં ટોચના ગેઇનર્સમાં હતા. જ્યારે બજાજ ઓટો, વિપ્રો, બજાજ ફાઇનાન્સ, હિન્દાલ્કો અને એચડીએફસી લાઇફના શેર ટોપ લુઝર્સની યાદીમાં સામેલ હતા.
મેટલ ઇન્ડેક્સમાં 1.5 ટકાનો ઘટાડો અને રિયલ્ટી ઇન્ડેક્સમાં 2 ટકાનો વધારો નોંધાયો હતો.
ભારતીય રૂપિયો મંગળવારે 84.03 પ્રતિ ડૉલર પર સ્થિર બંધ રહ્યું હતું, જ્યારે સોમવારે તે 84.05 પર બંધ થયો હતો.
ઓપનિંગ માર્કેટ
ટ્રેડિંગ સપ્તાહના બીજા દિવસે શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 128 પોઈન્ટના ઉછાળા સાથે 82,101.86 પર ખુલ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.30 ટકાના વધારા સાથે 25,202.15 પર ખુલ્યો હતો .
આ પણ વાંચોઃ 5 હજારની SIP કરીને કેવી રીતે કરોડપતિ બની શકાય? આ રીતે કરો રોકાણ, સપનું થશે સાકાર
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.