બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / સ્ટોક માર્કેટ પર આજે બ્રેક, જાણો આ વર્ષે કયા-કયા દિવસે શેર બજાર બંધ રહેશે

સ્ટોક માર્કેટ / સ્ટોક માર્કેટ પર આજે બ્રેક, જાણો આ વર્ષે કયા-કયા દિવસે શેર બજાર બંધ રહેશે

Last Updated: 10:52 AM, 15 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે સ્વતંત્રતા દિવસ પર ભારતીય શેરબજારમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં અને આવતીકાલે બજાર ખુલશે. ઓગસ્ટ મહિનામાં શેરબજારમાં અન્ય કોઈ રજાઓ નથી. એવામાં હવે 2024માં સ્ટોક માર્કેટમાં વધુ રજાઓ આવવાની છે.

સમગ્ર દેશ 78મો સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે અને ભારતીય શેરબજાર આજે સ્વતંત્રતા દિવસ પર બંધ રહેશે. આજે બેંકોથી લઈને શેરબજારમાં રજા છે, એટલે કે આજે માર્કેટમાં કોઈ ટ્રેડિંગ નહીં થાય.

share-market-final

આજે રજાના કારણે ઈક્વિટી માર્કેટમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં અને આ સિવાય બોન્ડ અને કોમોડિટી માર્કેટ પણ બંધ રહેશે. બીએસઈ-એનએસઈની વેબસાઈટ મુજબ હવે સ્થાનિક બજારમાં ટ્રેડિંગ 16 ઓગસ્ટ, શુક્રવારના રોજ સવારે 9:15 વાગ્યાથી શરૂ થશે. એ બાદ શનિવાર અને રવિવારે શેરમાર્કેટ ફરી બંધ રહેશે.

SHARE-MARKET-FINAL

ઓગસ્ટ મહિનામાં શેરબજારમાં અન્ય કોઈ રજાઓ નથી. એવામાં હવે 2024માં સ્ટોક માર્કેટમાં વધુ રજાઓ આવવાની છે અને મહાત્મા ગાંધી જયંતિથી ક્રિસમસ સુધીની રજાઓ જાહેર કરવામાં આવી છે. કેલેન્ડર વર્ષ 2024માં શેરબજારમાં કુલ 15 રજાઓ છે. આ વર્ષે બાકીની ટ્રેડિંગ રજાઓ મહાત્મા ગાંધી જયંતિ, દિવાળી, ગુરુ નાનક જયંતિ અને 25 નાતાલની છે.

PROMOTIONAL 9

મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે 2જી ઓક્ટોબરે બજાર બંધ રહેશે, જ્યારે દિવાળી લક્ષ્મી પૂજન નિમિત્તે 1લી નવેમ્બરે બંધ રહેશે. આ સિવાય 15મી નવેમ્બરે ગુરુ નાનક જયંતિના અવસર પર બજારમાં કોઈ વેપાર થશે નહીં, જ્યારે 25મી ડિસેમ્બરને નાતાલની રજા તરીકે જાહેર કરવામાં આવી છે. આ જાહેર રજાઓ ઉપરાંત બજારમાં બીજા અને ચોથા શનિવાર ઉપરાંત રવિવારની સાપ્તાહિક રજા પણ રહેશે.

વધુ વાંચો: એક સમયે અંગ્રેજોની શાન હતી આ 10 બ્રિટિશ બ્રાન્ડ, જેની પર આજે ચાલે છે ભારતીયોનું રાજ

સ્વતંત્રતા દિવસના અવસર પર, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) સવારે અને સાંજે બંને સમયે બંધ રહેશે. આ સિવાય નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ લિમિટેડ (NCDEX) નો બિઝનેસ પણ આ સમયગાળા દરમિયાન બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન તમામ સરકારી કચેરીઓ અને શાળા-કોલેજો બંધ રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Share Market Update Stock Market Holiday Share Market
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ