બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Stock market bullish Sensex jumps 400 points

હરિયાળી / શેર બજારમાં તેજીનું વાવાઝોડું, સેન્સેક્સમાં 400 અંકોનો ઉછાળો, આ શેરોમાં બમ્પર ભરતી

Mahadev Dave

Last Updated: 04:21 PM, 13 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Stock market update,BSE સેંસેક્સમાં 418 પોઇન્ટનો જબરજસ્ત ઉછાળો આવ્યો હતો, આ ઉછાળાના લીધે માર્કેટે 63,143નો અંક કુદાવી દીધો હતો.

  • શેરબજારમાં એકાએક તેજીનું વાવાઝોડું
  • મંદીના માહોલ વચ્ચે મંગળવારે ભારે વેચવાલી
  • સેંસેક્સમાં 418 પોઇન્ટનો જબરજસ્ત ઉછાળો

શેરબજારમાં મંદીના મહોલ બાદ આજે એકાએક તેજીનું વાવાઝોડું ફુંકાયું હતું. બે દિવસ મંદીના માહોલ વચ્ચે મંગળવારે ભારે વેચવાલી જોવા મળી, જેના કારણે માર્કેટ નવા રંગ રૂપ સાથે બેઠું થયું હતું. BSE સેંસેક્સમાં 418 પોઇન્ટનો જબરજસ્ત ઉછાળો આવ્યો હતો, આ ઉછાળાના લીધે માર્કેટે 63,143નો અંક કુદાવી દીધો હતો. આવી જ રીતે નિફ્ટીની વાત કરીએ તો તેમાં પણ તેજી આવતાં 18716નો આંકડો પાર કરી લીધો છે. બજારમાં આવેલી તેજી પાછળ IT, FMCG, મીડિયા, રિયલ્ટી સ્ટોક્સ જવાબદાર રહ્યાં હતા, આ શેરમાં વધારો આવ્યો હતો. ખાસ કરીને ટાટા ગ્રૂપ શેરમાં વધુ વેચવાલી જોવા મળી હતી. તો NSE પર નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સમાં 3 ટકાનો વધારો જોવા મળ્યો હતો. 

સતત ત્રીજા દિવસે શેર બજાર ગ્રીન ઝોનમાં, 115 પોઈન્ટની મજબૂતી સાથે માર્કેટ  બંધ, કાલે રજા | stoke market in green zone for third day strength of 115  points

આ શેરમાં રહી ઉતારચડાવ
નિફ્ટીમાં ટાટા કન્ઝ્યુમરનો શેરમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી હતી. આ પહેલા સોમવારે BSE સેંસેક્સમાં 100 પોઇન્ટનો વધારો આવ્યો હતો, જેના કારણે 62,724 પર બંધ રહ્યું હતું. શેર બજારમાં નિફ્ટીના સ્ટોક્સમાં પ્લસમાં આવેલા શેરની વાત કરીએ તો ટાટા કન્ઝ્યુમર +2.50, એશિયન પેઇન્ટ +2.20, ટાઇટન +2.20 અને સિપ્લા +2.10 ટકાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે ઘટાડા સાથે બંધ થયેલા શેરની વાત કરીએ તો કોટક બેંક -1.40, HCL Tech -0.80, M&m -0.75 ટકા. વગેરે શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.

શેર બજારમાં રોકાણકારો રાતા પાણીએ રડ્યા, સતત પાંચમા દિવસે પણ ધબડકો, સેંસેક્સ  તળીયે પહોંચ્યો | stock market broke for fifth consecutive day Sensex fall

સંકળાયેલા મુદ્દાઓ

Stock market update sensex stock market વાવાઝોડું શેર બજાર સેન્સેક્સ Stock Market Update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ