બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / શેરબજારે રચ્યો ઈતિહાસ, સેન્સેક્સ-નિફ્ટી ઓલ ટાઈમ હાઈ લેવલે, રોકાણકારો કમાયા 5 લાખ કરો

માર્કેટ મજામાં.. / શેરબજારે રચ્યો ઈતિહાસ, સેન્સેક્સ-નિફ્ટી ઓલ ટાઈમ હાઈ લેવલે, રોકાણકારો કમાયા 5 લાખ કરો

Last Updated: 04:12 PM, 23 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 1196.98 પોઈન્ટ ઉછળીને 75,418.04 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. એ જ રીતે NSE નિફ્ટી 369.85 પોઈન્ટ વધીને 22,967.65 પોઈન્ટ પર પહોંચ્યો હતો. શેરબજારમાં જબરદસ્ત ઉછાળાને કારણે રોકાણકારોએ આજે ​​બમ્પર કમાણી કરી હતી.

છેલ્લા ઘણા સમયથી શેર માર્કેટમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. ઘણા શેરમાં રોકાણકારોને ધમખમ કમાણી થઈ છે કેટલાક શેરોએ લોકોને ડૂબાડી દીધા છે. ત્યારે હવે આજે પણ માર્કેટમાં રેકોર્ડબ્રેક ઉછાળો જોવા મળ્યો હતો. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 1196.98 પોઈન્ટ ઉછળીને 75,418.04 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. એ જ રીતે NSE નિફ્ટી 369.85 પોઈન્ટ વધીને 22,967.65 પોઈન્ટ પર પહોંચ્યો હતો. શેરબજારમાં જબરદસ્ત ઉછાળાને કારણે રોકાણકારોએ આજે ​​બમ્પર કમાણી કરી હતી.

Stock-Market

શેરબજારના જાણકારોનું કહેવું છે કે સામાન્ય ચૂંટણી તેના અંત નજીક છે. ચૂંટણીના પરિણામોને લઈને સ્થિતિ સ્પષ્ટ થઈ રહી છે. તેની અસર આજે શેરબજારમાં પણ જોવા મળી હતી. બજારમાં જબરદસ્ત તેજી સાથે સેન્સેક્સ અને નિફ્ટી તેમના રેકોર્ડબ્રેક સ્તરે પહોંચ્યા. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા સરકારને રૂ. 2.11 લાખ કરોડનું અત્યાર સુધીનું સૌથી વધુ ડિવિડન્ડ મંજૂર કરવા અને રોકાણકારો દ્વારા ખરીદીના વળતરને કારણે ગુરુવારે શેરબજારમાં મજબૂત ઉછાળો જોવા મળ્યો હતો. શેરબજારમાં જબરદસ્ત ઉછાળાને કારણે રોકાણકારોએ આજે ​​બમ્પર કમાણી કરી હતી. તમને જણાવી દઈએ કે જ્યારે 22 મેના રોજ બજાર બંધ થયું હતું ત્યારે BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 4.15 લાખ કરોડ રૂપિયા હતું, જે 23 મેના રોજ બંધ થયું ત્યારે 4.20 લાખ કરોડ રૂપિયા થઈ ગયું હતું. તેના કારણે રોકાણકારોએ એક દિવસમાં લગભગ 5 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી.

વધુ વાંચો : લોકસભા વચ્ચે શેર બજારમાં રેકોર્ડ પર રેકોર્ડ, નિફ્ટી ઓલ ટાઈમ હાઈ, આ રોકાણકારો લકી

ઘણા શેરમાં બમ્પર ઉછાળો

મધ્યસ્થ બેંક તરફથી આ અત્યાર સુધીની સૌથી વધુ ડિવિડન્ડ ચુકવણી હશે. આ વર્તમાન નાણાકીય વર્ષના બજેટ અંદાજ કરતાં બમણા કરતાં વધુ છે. વચગાળાના બજેટમાં સરકારે આરબીઆઈ અને જાહેર ક્ષેત્રની નાણાકીય સંસ્થાઓ પાસેથી કુલ રૂ. 1.02 લાખ કરોડના ડિવિડન્ડની આવકનો અંદાજ મૂક્યો હતો. સેન્સેક્સમાં સમાવિષ્ટ કંપનીઓમાં લાર્સન એન્ડ ટુબ્રો, એક્સિસ બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, મારુતિ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એચડીએફસી બેન્ક, બજાજ ફિનસર્વ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં સૌથી વધુ વધારો થયો હતો. સન ફાર્મા, પાવરગ્રીડ, એનટીપીસી અને જેએસડબલ્યુ સ્ટીલના શેરો ખોટ સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. કેન્દ્રીય બેંકે બુધવારે નાણાકીય વર્ષ 2023-24 માટે કેન્દ્ર સરકારને રૂ. 2.11 લાખ કરોડના ડિવિડન્ડની ચુકવણીને મંજૂરી આપી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

investors NSE records Nifty સેન્સેક્સ Stockmarket શેરબજાર Sensex RBI
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ