બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:24 PM, 10 September 2024
મંગળવારનું ટ્રેડિંગ સેશન ભારતીય શેરબજાર માટે ઘણું જ શુભ સાબિત થયું છે. ઉત્તમ વૈશ્વિક સંકેતોને કારણે ભારતીય બજારમાં મજબૂત ઉછાળો જોવા મળ્યો છે. અને આ વૃદ્ધિમાં સૌથી મોટો ફાળો IT, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ફાર્મા અને એનર્જી સ્ટોક્સનો રહ્યો છે. આજના સેશનમાં મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં પણ જોરદાર ખરીદી જોવા મળી હતી.
ADVERTISEMENT
બજાર બંધ સમયે BSE સેન્સેક્સ 361 પોઈન્ટના ઉછાળા સાથે 81,921 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 105 પોઈન્ટના ઉછાળા સાથે 25,041 પર બંધ રહ્યો હતો. આજના ઉછાળામાં નિફ્ટીએ ફરીથી 25,000નો આંકડો પાર કરવામાં સફળતા મેળવી છે.
ADVERTISEMENT
રોકાણકારોની સંપત્તિમાં રૂ.3.50 લાખ કરોડનો વધારો
ભારતીય શેરબજારમાં અદભૂત ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં જોરદાર ઉછાળો આવ્યો છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 463.66 લાખ કરોડ પર બંધ થયું હતું, જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. 460.17 લાખ કરોડ હતું. આજના ટ્રેડિંગમાં રોકાણકારોની સંપત્તિમાં 3.49 લાખ કરોડ રૂપિયાનો ઉછાળો આવ્યો છે.
ADVERTISEMENT
વધુ વાંચોઃ ગુજરાતમાં રણજીત બિલ્ડકોન બન્યો વિવાદોનો પર્યાય, નકલી રસીદ પર ફૂટ્યો મસમોટો ભાંડો
વધતા અને ઘટતા શેર
ADVERTISEMENT
BSE સેન્સેક્સના 30 શેરોમાંથી 22 શેર ઉછાળા સાથે બંધ થયા જ્યારે 8 નુકસાન સાથે બંધ થયા. નિફ્ટીના 50 શેરોમાંથી 33 શેર ઉછાળા સાથે અને 17 નુકસાન સાથે બંધ થયા હતા. વધતા શેરોમાં HCL ટેક 2.15 ટકા, ભારતી એરટેલ 2.10 ટકા, ટેક મહિન્દ્રા 1.92 ટકા, NTPC 1.73 ટકા, પાવર ગ્રીડ 1.70 ટકા, એક્સિસ બેન્ક 1.40 ટકા, TCS 1.21 ટકા, ટાઇટન 1.19 ટકા, અદાણી પોર્ટ્સ 1.16 ટકાના વધારા સાથે બંધ રહ્યા હતા. જ્યારે બજાજ ફિનસર્વ 1.77 ટકા, બજાજ ફાઇનાન્સ 1.45 ટકા, એચયુએલ 0.81 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.68 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.