Team VTV02:09 PM, 26 Nov 21
| Updated: 02:19 PM, 26 Nov 21
કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ સૂચકાંક 720 અંકથી ભારે કડાકા સાથે ખુલ્યો. ત્યારે આ મોટા કડાકા પાછળ કયા કારણો છે જવાબદાર તે પણ જાણી લેવા જરૂરી છે.
શેરબજારમાં કડાકો કેમ?
ભારતીય શેરબજારમાં એક સપ્તાહથી સતત ધોવાણ
ભારતીય શેરબજાર તૂટવા પાછળ ઈન્ટરનેશનલ કારણ જવાબદાર
Stock Market Crash : નેશનલ સ્ટોક એક્સચેન્જની નિફ્ટીની સ્થિતિ પણ કમોબેશ એવી જ રહી. તેમનું એક મોટું કારણ દુનિયામાં અનેક ભાગોમાં કોરોનાનો કેર ફરી વધવા લાગ્યો છે અને આનાથી આશંકિત રોકાણકાર ઘણા સંકોચાયેલા નજરે આવી રહ્યા છે. સેન્સેક્સ અને નિફ્ટી બન્ને પર દવા કંપનીઓના શેર ગ્રીન ઝોનમાં રહ્યા. જ્યારે ઓટો મોબાઈલ, સ્ટીલ, ફાઈનાન્સ અને ઉર્જા સેક્ટર સાથે જોડાયેલી કંપનીઓના શેરમાં ભારે ઘટાડો જારી છે.
મુખ્ય 4 કારણો જવાબદાર
ભારતીય સ્ટોક માર્કેટમાં સતત કડાકો થઈ રહ્યો છે. બજાર તૂટ્યા બાદ હાહાકાર મચી ગયો અને સેન્સેક્સમાં 1300 પોઈન્ટનો કડાકો બોલી ગયો. તો નિફ્ટીમાં પણ 400 પોઈન્ટનો કડાકો થયો છે. શેર બજાર તૂટવા પાછળ મુખ્ય 4 કારણોમાં સામેલ છે. (1) કોરોના વાયરસ.
(2)દક્ષિણ આફ્રિકામાં કોરોનાનો નવો વેરિએન્ટ સામે આવ્યો છે. જેનાથી વિશ્વભરમાં હાહાકાર મચી ગયો છે. (3)સાથે જ ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો. મેટલ અને ફાયનાન્સિયલ બેંચમાર્ક તૂટવા અને (4)એશિયન બજારોમાં થયેલા નુકસાનની અસર ભારતીય શેર માર્કેટ પર દેખાઈ રહ્યો છે.
સેન્સેક્સ તુટ્યું
શેર બજારની શરુઆતમાં પહેલા જ પ્રીઓપન સેશનમાં સેન્સેક્સમાં ઘટાડો જોવા મળ્યો છે. બજાર ખુલવા પર લગભગ 720 અંક ઘટીને 58,075.93 અંક પર ખુલ્યુ. જ્યારે ગુરુવારે સેન્સેક્સ વધારા સાથે 58,795.09 અંક પર બંધ થયું હતુ. જ્યારે સવારના કારોબારમાં બજાર સતત તુટી રહ્યું છે અને સાડા 10 વાગે તેમાં ઘટાડો 1280 ના અંકની આસપાસ રહ્યો. આ રીતે સેન્સેક્સ 58,000 અંકથી ઘણો નીચે કારોબાર કરી રહ્યું છે.
નિફ્ટીના સ્થિતિ ખરાબ
આ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જની યાદીમાં નિફ્ટીની સ્થિતિ ઘણી ખરાબ રહી. નિફ્ટીની શરુઆત પણ નબળી રહી એને તે લગભગ 250 અંકના ઘટાડા સાથે 17, 338. 75 અંક પર ખુલ્યું. જ્યારે ગુરુવારે આ 17, 536.25 અંક પર બંધ થયું હતુ. સવાકે કારોબારમાં નિફ્ટી 380 અંકથી વધારે ઘટ્યો અને 10 વાગીને 30 મિનિટની આસપાસ 17,150.50 અંક પર કારોબાર કરી રહી છે.
ટારસનના શેર પ્રીમિયમ પર લિસ્ટ
શેર બજારમાં ઘટાડાની વચ્ચે ટારસન્સ પ્રોડક્ટ્સના શેર 5.74 ટકા પ્રીમિયમની સાથે લિસ્ટ થયા છે. કંપનીના આઈપીઓના સમયે શેરના પ્રાઈસ 662 રુપિયા નક્કી કરવામાં આવ્યા હતા અને શુક્રવારે લિસ્ટિંગના સમયે 700 રુપિયા પર ખુલ્યા.