બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / શેર માર્કેટમાં ભલે માતમ પણ BSE માલામાલ! નફાનો આંકડો અચંબિત કરનારો, દરરોજ આટલો કારોબાર

બિઝનેસ / શેર માર્કેટમાં ભલે માતમ પણ BSE માલામાલ! નફાનો આંકડો અચંબિત કરનારો, દરરોજ આટલો કારોબાર

Last Updated: 08:27 AM, 13 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Stock Market : BSEનો 30 કંપનીઓનો ઈન્ડેક્સ સેન્સેક્સ ગઈકાલે પણ 800 પોઈન્ટથી વધુ ઘટીને બંધ રહ્યો હતો, પરંતુ ગઈકાલે મોડી સાંજે BSE લિમિટેડે તેના જંગી નફાની જાહેરાત કરી

Stock Market : શેરબજારોમાં સમયાંતરે રાહતની ઝલક જોવા મળી રહી હોવા છતાં પણ તેઓને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. BSEનો 30 કંપનીઓનો ઈન્ડેક્સ સેન્સેક્સ ગઈકાલે પણ 800 પોઈન્ટથી વધુ ઘટીને બંધ રહ્યો હતો. પરંતુ ગઈકાલે મોડી સાંજે BSE લિમિટેડે તેના જંગી નફાની જાહેરાત કરી હતી. મહત્વનું છે કે, દેશના શેરબજારોમાં છેલ્લા કેટલાક મહિનાઓથી શોકનું વાતાવરણ છે. ઘણા લોકોનો આખો પોર્ટફોલિયો લાલ થઈ ગયો છે. પરંતુ આ સમયગાળા દરમિયાન પણ એશિયાના સૌથી જૂના શેરબજાર 'બોમ્બે સ્ટોક એક્સચેન્જ' ચલાવતી કંપની BSE લિમિટેડનો નફો જબરદસ્ત રહ્યો છે.

લગભગ 350 કરોડનો નફો

અગ્રણી સ્ટોક એક્સચેન્જ BSE લિમિટેડનો ચોખ્ખો નફો ચાલુ નાણાકીય વર્ષ 2024-25ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ત્રણ ગણો વધીને રૂ. 346 કરોડ થયો છે. ગયા વર્ષે આ જ ક્વાર્ટરમાં કંપનીને માત્ર રૂ. 118 કરોડનો નફો થયો હતો. BSE લિમિટેડે એ પણ માહિતી આપી હતી કે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેની કુલ આવક પણ બમણી થઈ ગઈ છે. આ રૂ. 819 કરોડ હતો જે ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 367 કરોડ હતો.

BSE લિમિટેડના MD અને CEO સુંદરરામન રામામૂર્તિ કહે છે કે, કંપનીએ એપ્રિલ-સપ્ટેમ્બર અર્ધ વર્ષમાં કુલ રૂ. 1,493 કરોડની આવક કરી છે. આ સમયગાળા દરમિયાન તેનો નફો 610 કરોડ રૂપિયા રહ્યો છે. આ તેનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ અર્ધવાર્ષિક પરિણામ છે.

વધુ વાંચો : શેર નહી સવા શેર! એક વર્ષમાં 5500 ટકા ઉછળી ગયો, હવે મોટા એલાનની તૈયારીમાં કંપની

BSE લિમિટેડે એમ પણ જણાવ્યું હતું કે, વર્તમાન નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેના પ્લેટફોર્મ પર ઈક્વિટી કેશ કેટેગરીમાં દરરોજ સરેરાશ રૂ. 9,768 કરોડનો વેપાર થતો હતો. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 5,922 કરોડ કરતાં આ ઘણી સારી સ્થિતિ છે. જ્યારે ઇક્વિટી ડેરિવેટિવ્ઝ કેટેગરીમાં તેનો દૈનિક પ્રીમિયમ સરેરાશ બિઝનેસ રૂ. 8,203 કરોડ રહ્યો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં આ આંકડો રૂ. 768 કરોડ હતો. BSEની સ્થાપના 1875માં થઈ હતી. તે એશિયાનું સૌથી જૂનું સ્ટોક એક્સચેન્જ છે અને આજે માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bombay Stock Exchange Stock Market Sensex
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ