WC 2019 /
પાક. સેમિફાઇનલમાં નહીં પહોંચે એવું માનો છો તો ખોટાં છો, 1992માં આવી જ સ્થિતિ હતી
Team VTV11:51 PM, 23 Jun 19
| Updated: 12:22 AM, 24 Jun 19
વર્લ્ડ કપમાં પાકિસ્તાન ફરી એક વખત દુવિધામાં છે. ટૂર્નામેન્ટમાં બની રહેલ રાહ ઘણી મુશ્કેલ થઇ ગઇ છે. પાકિસ્તાનની હાલત 1992ના વર્લ્ડ કપમાં પણ આ પ્રમાણે જ હતી.
તેવામાં સવાલ થાય છે કે શું પાકિસ્તાન માટે આ વર્લ્ડ કપમાં કોઇ આશા બચેલી છે? જો આશા છે તો તેના માટે પાકિસ્તાની ટીમે કેટલાક મહેનત કરવી પડશે?
ઉલ્લેખનીય છે કે સાઉથ આફ્રિકાને 49 રને હરાવ્યા બાદ પાકિસ્તાન માટે સેમી ફાઈનલમાં જવાની મુશ્કેલ પરંતુ થોડી આશા તો જણાય છે. કારણકે 1992માં પણ પાકિસ્તાન આવી જ પરિસ્થિતિમાં હતું અને ન માત્ર આગળ પહોંચ્યું હતું પરંતુ વર્લ્ડ કપ પણ જીત્યો હતો.
આ વખતે વર્લ્ડ કપમાં 10 દેશોની ટીમ રમી રહી છે. 10 ટીમોના પોઇન્ટ ટેબલમાં અફઘાનિસ્તાન શૂન્ય અંક સાથે સૌથી નીચે છે અને ત્યાર બાદ પાંચ અંકોની સાથે પાકિસ્તાન છે.
હવે પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, શ્રીલંકા અને વેસ્ટ ઇંડીઝને હજુ ત્રણ-ત્રણ મેચ રમવાની છે. જ્યારે ભારતની ચાર મેચ બાકી છે.
પાકિસ્તાનને સેમીફાઇનલમાં જગ્યા બનાવવા માટે બાકી રહેલ તમામ ત્રણેય મેચ જીતવી પડશે. જો પાકિસ્તાન એક પણ મેચ હારશે તો તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ જશે. જો પાકિસ્તાન ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ સાથેની મેચ જીતી જાય તો તેને 11 પોઇન્ટ મળી જશે. પરંતુ વાત અહીં પૂર્ણ નથી થતી. પાકિસ્તાન માટે ત્રણેય મેચમાં જીત જ મહત્વની નથી.
શ્રીલંકાએ પોતાની આગામી ત્રણ મેચોમાંથી એક મેચ હારવી પડશે. શ્રીલંકાની આગામી ત્રણ મેચર દક્ષિણ આફ્રીકા, વેસ્ટ ઇંડિઝ અને ભારત સાથે છે. જો શ્રીલંકા બે મેચ પણ જીતી જાય તો તેના પોઇન્ટ 6થી 10 થઇ જશે. બીજી તરફ બાંગ્લાદેશને પણ ત્રણમાંથી એક મેચ હારવી પડશે. બાંગ્લાદેશની આગામી ત્રણ મેચ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારત સાથે છે. જો બાંગ્લાદેશ ત્રણ મેચમાંથી બે મેચ પણ જીતી જાય તો તેમના પોઇને 5થી 9 થઇ જશે.
આ પરિસ્થિતીમાં શું પાકિસ્તાન સેમીફાઇનલમાં જગ્યા બનાવી શકશે?
- જો ઇંગ્લેન્ડ આગામી ત્રણ મેચમાંથી બે મેચ હારી જાય છે તો પાકિસ્તાનની સંભાવના વધી જશે. આ પરિસ્થિતીમાં ઇંગ્લેન્ડના આઠ પોઇન્ટ વધીને 10 પોઇન્ટ થઇ જશે.
- વર્લ્ડ કપમાં પાંચ વખત ચેમ્પિયન રહેલું ઓસ્ટ્રેલિયા જો આગામી ત્રણ મેચ ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને દ.આફ્રીકાથી હારી જશે તો તેમને 10 પોઇન્ટ જ રહેશે. તેવામાં પાકિસ્તાનને મોકો મળી શકે છે.
- બે વખત ચેમ્પિયન રહેલ ભારત બાકીની તમામ ચાર મેચ વેસ્ટ ઇન્ડિઝ, ઇંગ્લેન્ડ, બાંગ્લાદેશ અને શ્રીલંકાથી હારી જાય છે તો તેમને 9 પોઇન્ટ જ રહેશે. તેવામાં પાકિસ્તાન માટે સેમીફાઇનલમાં જવાની આશા વધી જશે.
- જો ભારત પોતાની બાકી ચાર મેચમાંથી ત્રણ હારી જાય છે તો તેમના પોઇન્ટ 9થી 11 થઇ જશે. ચાર મેચ જીત્યા બાદ પાકિસ્તાનના પણ 11 પોઇન્ટ થઇ જશે. તેવી સ્થિતિમાં રન રેટથી નિર્ણય થશે પરંતુ તેના માટે પાકિસ્તાને ચાર મેચ જીતવી પડશે.
- પોઇન્ટ ટેબલમાં સૌથી ઉપર ન્યૂઝીલેન્ડ જો બાકીની તમામ મેચ પાકિસ્તાન, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાથી હારી જશે તો તેમને કુલ પોઇન્ટ 11માં કોઇ ફેરબદલ નહીં આવે. તેવામાં પાકિસ્તાન 11 પોઇન્ટ મેળવવા છતા પણ રન રેટ દ્વારા સેમીફાઇનલની સંભાવના બચી શકે છે. મતલબ પાકિસ્તાન તમામ ચાર મેચ જીતી પણ જાય છે તો સેમીફાઇનલની રાહ આટલી સરળ નહીં હોય.
જો પાકિસ્તાન ત્રણમાંથી બે મેચ જીતે છે તો સેમીફાઇનલમાં પહોંચવાની કેટલી સંભવાના
- જો ઇંગ્લેન્ડ પોતાની બાકી તમામ ત્રણ મેચ ઓસ્ટ્રેલિયા, ભારત અને ન્યૂઝીલેન્ડથી હારી જાય છે તો તેમને 8 પોઇન્ટ જ રહેશે. બીજી તરફ પાકિસ્તાન ત્રણમાંથી બે મેચ જીતે છે તેમને 9 પોઇન્ટ થઇ જશે. પરંતુ આ પરિસ્થિતિમાં શ્રીલંકાને બાકી ત્રણેય મેચ દ.આફ્રિકા, વેસ્ટ ઇન્ડીઝ અને ભારતમાંથી બે મેચ હારવી પડશે જેથી તેના અંક 6થી 8 પહોંચી જાય.
- તેની સાથે જ બાંગ્લાદેશને બાકી ત્રણેય મેચોમાં અફઘાનિસ્તા, ભારત અને પાકિસ્તાનમાંથી બે મેચ હારવી પડશે જેથી પાંચ સાત પોઇન્ટ સુધી તે સીમિત રહે. તેની સાથે જ વેસ્ટ ઇન્ડીઝને બાકીની ત્રણ મેચ ભારત, શ્રીલંકા અને અફઘાનિસ્તામાંથી કોઇ એક હારવી પડશે જેથી ત્રણ પોઇન્ટથી સાત પોઇન્ટ સુધી સીમિત રહે.
પાકિસ્તાન 1992માં એવી સ્થિતિમાં હતા પરંતુ ત્યારે તે ન માત્ર સેમીફાઇનલમાં પહોંચ્યા હતા પરંતુ વર્લ્ડ કપ પણ જીત્યા હતા. તે સમયે પાકિસ્તાનની ટીમની કમાન પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાનખાનના હાથમાં હતી.