બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Still 50% of Indians do not wear masks Central Government

ખતરો / હજુ પણ 50% ભારતીયો નથી લગાવતા માસ્ક, સરખી રીતે લગાવનારા તો માત્ર 7% : કેન્દ્ર સરકાર

Arohi

Last Updated: 11:54 AM, 21 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસના વધતા સંક્રમણની વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક રિપોર્ટ જાહેર કર્યો છે અને ખુલાસો કર્યો છે કે ખતરો હોવા છતાં દેશભરમાં 50 ટકા લોકો માસ્ક નથી લગાવતા.

  • 20 ટકા લોકો ડાઢી પર માસ્ક પહેરે છે 
  • 2 ટકા લોકો ગળામાં માસ્ક પહેરે છે
  • 14 ટકા લોકો જ સરખી રીતે માસ્ક લગાવે છે

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરનો પ્રકોપ સતત વધી રહ્યો છે અને દરરોજ 4 હજારથી વધારે લોકોના મોત થઈ રહ્યા છે. જ્યારે લાખો લોકો સંક્રમિત થઈ રહ્યા છે. કોવિડ-19થી બચવા માટે લોકોને માસ્ક લગાવવું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની સલાહ આપવામાં આવી રહી છે. પરંતુ તેમ છતાં લોકો તેનું પાલન નથી કરી રહ્યા. 

દેશમાં 50 ટકા લોકો નથી પહેરી રહ્યા માસ્ક

કોરોના વાયરસના વધતા સંક્રમણની વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક રિપોર્ટ જાહેર કર્યો છે અને ખુલાસો કર્યો છે કે ખતરો હોવા છતાં દેશભરમાં 50 ટકા લોકો માસ્ક નથી લગાવતા. તેના સાથે જ સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે જે લોકો માસ્ક પહેરે છે તે પણ સરખી રીતે તેને નથી લગાવતા. માસ્ક પહેરનાર કોઈ વ્યક્તિ તેને નાકની વચ્ચે, કોઈ મોઢાની નીચે તેને રાખે છે. 

ફક્ત 7 ટકા લોકો જ સરખી રીતે માસ્ક લગાવે છે 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે જે 50 ટકા લોકો માસ્ક પહેરે છે તેમાંથી 64 ટકા લોકો નાક નથી ઢાંકતાં અને ફક્ત મોઢા પર જ માસ્ક લગાવે છે. ત્યાં જ 20 ટકા લોકો ડાઢી પર માસ્ક પહેરે છે. જ્યારે 2 ટકા લોકો ગળામાં માસ્ક પહેરે છે. માસ્ક લગાવનારા લોકોમાંથી ફક્ત 14 ટકા લોકો જ સરખી રીતે માસ્ક લગાવે છે. એટલે કે કુલ જનસંખ્યાના ફક્ત 7 ટકા લોકો જ પ્રોપર માસ્ક પહેરે છે. 


 
 

સંકળાયેલા મુદ્દાઓ

Central Government Coronavirus indians mask કોરોના વાયરસ coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ